Surat : જીએસટી રજીસ્ટ્રેશન અને જીપીસીબીની પરવાનગી વગર ધમધમતી ગેરકાયદે 242 ડાઇંગ મિલ

|

Jul 16, 2021 | 12:05 PM

રાજ્યના ઉદ્યોગ વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાં સોલિડ વેસ્ટ ઉત્પન્ન કરતાં યુનિટોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં આ હકીકત બહાર આવી છે.

Surat : જીએસટી રજીસ્ટ્રેશન અને જીપીસીબીની પરવાનગી વગર ધમધમતી ગેરકાયદે 242 ડાઇંગ મિલ
Surat 242 dyeing mills operating illegally without GST registration and GPCB permission

Follow us on

સુરત(Surat)  શહેરની હદમાં જીએસટી(GST) ના રજીસ્ટ્રેશન અને જીપીસીબી(GPCB) ની પરવાનગી વગર ગેરકાયદે 242 જેટલી ડાઇંગ મિલ(Dying Mill)  ધમધમતી હોવાની માહિતી બહાર આવી છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ  રાજ્યના ઉદ્યોગ વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાં સોલિડ વેસ્ટ ઉત્પન્ન કરતાં યુનિટોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં આ હકીકત બહાર આવી છે.

જિલ્લા ઉધોગ વિભાગ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં મામલતદાર, સુરત મહાનગરપાલિકા, વીજ કંપની,જીપીસીબી,જીએસટી સહિતના સરકારી વિભાગો જોડાયા હતા. સર્વે દરમિયાન એવી વિગતો બહાર વરાછા, કતારગામ, ઉધના, લિંબાયત અને સેન્ટ્રલ ઝોનમાં 242 ગેરકાયદે મિલો ચાલી રહી છે. જેની પાસે પાલિકાના ગુમાસ્તાધારા લાયસન્સ પણ નથી તેમ છતાં અને આ મિલોને વીજ અને ગેસ કનેક્શન મળી ગયા છે.

કેટલીક મિલોમાં ગેસના બાટલાનો ઉપયોગ કરાતો હોવાની બાબત પણ ધ્યાન પર આવી છે. એની સાથે મશીન ચલાવવા માટે રાંધણગેસનો ઉપયોગ કરી રહ્યા છે. છ કલાક કપડું ડાઇંગ કરવા આઠથી દસ ગેસ સિલિન્ડરના ઉપયોગ થતો હોય છે. જે જોખમી છે. વળી ડાઇંગ મિલમાંથી નીકળતા ગંદાપાણીનો નિકાલ ખાડી અને પાલીકાના ડ્રેનેજમા કરાઇ રહ્યો છે. જે પર્યાવરણને નુકસાન કરી રહ્યું છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

હાલ આ સર્વેનો રિપોર્ટ જીઆઇડીસીના એમડી, જીપીસીબી, મનપા કમિશનર, ફેક્ટરી નિરીક્ષક કચેરીને મોકલી આપવામાં આવ્યો છે. ટૂંક સમયમાં ગેરકાયદે મિલો વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી શક્યતા છે. આ ગેરકાયદે મિલોના લીધે શહેરની હદમાં આવેલી 45 ડાઇંગ મિલોને શહેર બહાર કાઢવાની મંજૂરી મળી ગઇ હોવા છતાં તે થઈ નથી રહ્યું. ગેરકાયદે મિલોને લીધે કાયદેસર મિલોના સ્થળાંતરની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે.

Published On - 11:59 am, Fri, 16 July 21

Next Article