Surat: SRP ની ટુકડી ફાળવી, 10.74 લાખનો દંડ, 116 સામે ફરિયાદ, છતાં રખડતા ઢોરની સમસ્યા ઠેરની ઠેર

|

Nov 26, 2021 | 12:16 PM

સુરત મહાનગરપાલિકાની (SMC) ઢોર ડબ્બા પાર્ટી દ્વારા છેલ્લા એક મહિનામાં 1149 રખડતા ઢોરને પાંજરે પુરવામાં આવ્યા છે. તેમ છતાં હજુ સમસ્યા ત્યાની ત્યાં જ છે.

Surat: SRP ની ટુકડી ફાળવી, 10.74 લાખનો દંડ, 116 સામે ફરિયાદ, છતાં રખડતા ઢોરની સમસ્યા ઠેરની ઠેર
Stray cattle Problem (File Image)

Follow us on

SURAT: સુરત મહાનગરપાલિકાની (SMC) ઢોર ડબ્બા પાર્ટી દ્વારા છેલ્લા એક મહિનામાં 1149 રખડતા ઢોરને પાંજરે પુરવામાં આવ્યા છે. આ સાથે કુલ 10.74 લાખ દંડ પણ વસુલ કરવામાં આવ્યો છે. ઢોર પકડવાની કામગીરીમાં અવરોધ ઉભો કરનારા 116 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.

સરકાર દ્વારા એસઆરપીના (SRP) 50 જવાનોની ટિમ મહાનગરપાલિકાને ફાળવ્યા બાદ ઢોર પકડવાની કામગીરીને ખાસ્સો વેગ મળ્યો છે. તેમ છતાં હજી સુધી શહેરીજનોને રખડતા ઢોરના ત્રાસમાંથી છુટકારો મળ્યો ન હોય લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં રખડતા ઢોરોને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

લોકો દ્વારા મળતી ફરિયાદોને આધારે મનપા દ્વારા વખતો વખત ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ હજુ સુધી મનપાને કોઈ ખાસ સફળતા પ્રાપ્ત થઇ નથી. રખડતા ઢોર પકડવાની કામગીરી કરતા મનપાના કર્મચારીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના અનેક વખત બની છે. તેવામાં કર્મચારીઓને રક્ષણ આપવા માટે રાજ્ય સરકાર પાસે એસઆરપીના 100 જવાનોની ટીમ ફાળવવાની રજુઆત કરવામાં આવી હતી.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

મહાનગરપાલિકાની રજૂઆતને ધ્યાનમાં લેતા સરકારે એસઆરપીના 50 જવાનોની ટુકડી બંદોબસ્ત માટે મનપાને ફાળવવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી એસઆરપી પોલીસના ચાંપતા બંદોબસ્ત સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવા સાથે દબાણ દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. દરમ્યાન અનેક કર્મચારીઓ પર હુમલો થયો હોવાના બનાવો બન્યા છે.

છેલ્લા એક મહિનામાં સુરત મનપા દ્વારા 1149 જેટલા રખડતા ઢોરોને પાંજરે પુરાવામાં આવ્યા છે. જેમાંથી 395 ઢોર પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે. જયારે માલિકો દ્વારા 414 ઢોરોને છોડાવી જવામાં આવ્યા છે. રખડતા ઢોરોના ત્રાસને નિયંત્રણમાં લાવવા માટે મનપા દ્વારા છેલ્લા એક મહિનામાં દંડ પેટે કુલ 10,74,250 રૂપિયા વસુલ કરવામાં આવ્યા છે. આ સાથે જ કામગીરીમાં અવરોધ ઉભા કરનારા 116 વ્યક્તિઓ સામે મનપા દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

 

આ પણ વાંચો: IT વિભાગનો સપાટો: રત્નમણિમાંથી 200 કરોડના બિનહિસાબી વ્યવહારો અને કરોડોનું સોનું ઝડપાયું

આ પણ વાંચો: Surat: વહેલી સવારે LRD ઉમેદવારો કરી રહ્યા હતા પ્રેક્ટીસ, તેમનો જુસ્સો વધારવા પહોંચી ગયા હર્ષ સંઘવી

Next Article