IT વિભાગનો સપાટો: રત્નમણિ અને એસ્ટ્રલમાંથી 200 કરોડના બિનહિસાબી વ્યવહારો અને કરોડોનું સોનું ઝડપાયું

IT Raid: અમદાવાદમાં (Ahmedabad) આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે. એસ્ટ્રલ, રત્નમણી તેમજ રાજ્યની અન્ય કંપનીઓ સામે કડક તપાસ હાથ ધરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 11:06 AM

અમદાવાદમાં (Ahmedabad) આવકવેરા વિભાગે (Incomtax Department) સપાટો બોલાવ્યો છે. એસ્ટ્રલ (Astral), રત્નમણીના (Ratnamani) ચેરમેનના ઘરેથી જ્વેલરી અને બેનામી વ્યવહારો મળી આવ્યા છે. એસ્ટ્રલ અને રત્નમણી મેટલ્સ પર આવકવેરા વિભાગની દરોડા કાર્યવાહી ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી. એસ્ટ્રલ પાઇપના ચેરમેન સંદીપ એન્જિનિયર અને રત્નમણિના ચેરમેન પ્રકાશ સંઘવીને ત્યાંથી તપાસમાં 4 કરોડની જ્વેલરી અને પ્રકાશ સંઘવીને ત્યાંથી અત્યાર સુધીમાં અંદાજે 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે.

આ ઉપરાંત શહેરના મોનાર્ક ગ્રૂપને ત્યાં પણ આઈટી વિભાગે સર્ચ કર્યું હતું. મોનાર્ક ગ્રૂપના સર્વર, દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે. બીજીતરફ દિલ્હી, અમદાવાદ, ગાંધીધામ સ્થિત કેમિકલના વેપારીઓને ત્યાં પણ દિલ્લીના આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. મળતી માહિતી પ્રમાણે અંદાજે રૂ.56 કરોડનું પાડોશી દેશોમાંથી કેમિકલ ખરીદી બીજા દેશમાં તેની ચૂકવણી કરી હવાલાથી મોટા પ્રમાણમાં પૈસા ટ્રાન્સફર કરાયા છે.

આ કંપનીઓ એક પ્રોફેશનલ ફર્મ દ્વારા મેનેજ કરાય છે. આ પ્રોફેશનલ ફર્મ કંપનીના પટાવાળા, ડ્રાઇવરના નામે બનાવાઈ છે. દરોડામાં 28 કરોડનું બેંક બેલેન્સ અને 66 લાખ રોકડ મળી છે. ઇન્કમટેક્સ વિભાગે નવરંગપુરાની મોનાર્ક સિક્યોરિટી બ્રોકરને ત્યાં તથા તેની અન્ય કંપનીઓ પર દરોડા પાડ્યા હતા. ઘણા આઈપીઓ, બીટકોઇનમાં તેની ભૂમિકા રહેતા દરોડા પાડવામાં આવ્યા છે. આ ગ્રૂપે આઈપીઓ લિસ્ટિંગ, શેર લે-વેચ, કોમોડિટી, ગોલ્ડ લે-વેચમાં રોકાણ કરેલું છે..

 

આ પણ વાંચો: Surat: વહેલી સવારે LRD ઉમેદવારો કરી રહ્યા હતા પ્રેક્ટીસ, તેમનો જુસ્સો વધારવા પહોંચી ગયા હર્ષ સંઘવી

આ પણ વાંચો: 26/11 મુંબઈ હુમલાના 13 વર્ષ : આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલાથી કાંપી ઉઠી માયાનગરી, જાણો શું થયું હતું આજના દિવસે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">