સુરતના માંડવીમાં ફરી જોવા મળ્યો દીપડાનો આતંક, 11 વર્ષના બાળક પર દીપડાએ કર્યો હુમલો

|

Jan 15, 2020 | 10:04 AM

સુરતના માંડવીમાં ફરી જોવા મળ્યો દીપડાનો આતંક. એક માસૂમ બાળક પર દીપડાએ હુમલો કર્યો છે. માંડવીના વદેશિયા ગામની આ ઘટના છે. જ્યાં ધસી આવેલા દીપડાએ 11 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરતાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે. બાળકના માથાના ભાગે ઈજા પહોંચી છે. જેથી તેને અરેઠની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો છે.   Web Stories […]

સુરતના માંડવીમાં ફરી જોવા મળ્યો દીપડાનો આતંક, 11 વર્ષના બાળક પર દીપડાએ કર્યો હુમલો

Follow us on

સુરતના માંડવીમાં ફરી જોવા મળ્યો દીપડાનો આતંક. એક માસૂમ બાળક પર દીપડાએ હુમલો કર્યો છે. માંડવીના વદેશિયા ગામની આ ઘટના છે. જ્યાં ધસી આવેલા દીપડાએ 11 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરતાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે. બાળકના માથાના ભાગે ઈજા પહોંચી છે. જેથી તેને અરેઠની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો છે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકામાં એક દિવસ પહેલા જ એક દીપડો પાંજરે પૂરાયો હતો. ગ્રામજનોને હતું કે હવે દીપડો નહીં આવે. જેથી તેમને રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ ગત રાત્રે ગામમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી. આ સમય દરમિયાન બાળમિત્રો સાથે તાપણું કરી રહેલો રોનક ઘરે મોબાઈલ લેવા ગયો હતો. તે મોબાઈલ લઈને પરત ફરતો હતો તે દરમિયાન જ દીપડાએ તેના પર હુમલો કરી દીધો હતો. જો કે રોનકે બૂમાબૂમ કરતા ગ્રામજનો ત્યાં દોડી ગયા હતા અને દીપડો નાસી છૂટ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે બીજી તરફ ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને દીપડાની શોધખોળ હાથ ધરી હતી. આજે પણ વનવિભાગની જુદી જુદી ટીમો દીપડાને શોધવા કામે લાગી છે. દીપડાને પકડવા માટે પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી આ દીપડો પાંજરે પૂરાયો નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ પાતાલ ગામમાં માનવભક્ષી દીપડીએ 5 વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે પાંજરે પૂરાઈ ગઈ હતી. પરંતુ ત્યારબાદ પણ દીપડાની દહેશત ચાલું જ છે. જેથી ગ્રામજનો પોતાને સુરક્ષિત નથી માની રહ્યા. ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે જો હવે તેમને દીપડો જોવા મળશે તો તેઓ હત્યા કરી નાખશે અને તેના માટે તેઓ જવાબદાર નહીં ગણાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article