વડોદરામાં યુવતી દુષ્કર્મ અને આપઘાત કેસમાં શંકાના ઘેરામાં આવેલી ઓએસીસ સંસ્થાને બચાવવા સમર્થકોનો મોરચો

વડોદરાની પીડિતા યુવતી સાથે જ કામ કરતી ડિમ્પલ ગાયકવાડ નું કહેવું છે કે યુવતી સાથે અઢી વર્ષ થી કામ કરતી હતી.પોલીસ સંસ્થાને હેરાન કરવાને બદલે ફક્ત આરોપીઓ ને પકડે તેવી અમારી માંગ છે

વડોદરામાં યુવતી દુષ્કર્મ અને આપઘાત કેસમાં શંકાના ઘેરામાં આવેલી ઓએસીસ સંસ્થાને બચાવવા સમર્થકોનો મોરચો
Vadodara
| Edited By: | Updated on: Nov 27, 2021 | 10:11 AM

વડોદરાની(Vadodara)ઓએસીસ(Oasis)સંસ્થા સાથે જોડાયેલી યુવતી સાથે દુષ્કર્મ અને આપઘાત (Girl Death)બાદ શંકા ના ઘેરા માં આવેલી સંસ્થાને બચાવવા સમર્થકો મોરચો માંડી રહ્યા છે.સુરત અને નવસારીના (Navsari) વાલીઓ પોતાના બાળકો સાથે રેલ્વે (Railway)એસપી ઓફીસ પહોંચ્યા હતા.

વડોદરાના વેકસીન ઇન્સ્ટિયુટ ખાતે ઓસીસ સંસ્થા સાથે જોડાયેલી યુવતી સાથે દુષ્કર્મ બાદ તેણે આપઘાત કર્યો છે કે આત્મહત્યા તે મામલે રહસ્ય વધુ ઘેરું બન્યું છે.

ત્યારે શંકા ના ઘેરામાં આવેલ ઓસીસ સંસ્થાને બચાવવા સતત બીજે દિવસે સંસ્થા સાથે જોડાયેલ યુવક યુવતીઓ પોતાના વાલીઓ સાથે રેલવે એસપી કચેરી પહોંચ્યા હતા.તેમનું કહેવું છે કે તેમના બાળકો ની પોલીસ રોજ પૂછપરછ કરી રહી છે જેથી તેઓ ડરી રહ્યા છે.ઓસીસ સંસ્થા સામે જે આરોપો છે તે ખોટા છે અમે આજે તેમને મળ્યા છે અને સંસ્થા ની કામગીરીથી અમે સંતુષ્ટ છે.

જ્યારે પીડિતા યુવતી સાથે જ કામ કરતી ડિમ્પલ ગાયકવાડ નું કહેવું છે કે યુવતી સાથે અઢી વર્ષ થી કામ કરતી હતી.પોલીસ સંસ્થાને હેરાન કરવાને બદલે ફક્ત આરોપીઓ ને પકડે તેવી અમારી માંગ છે.સંસ્થા સામે ના તમામ આરોપો પાયા વિહોણા છે.

ઉલ્લેખનીય છે કે સંસ્થા સામે રજિસ્ટ્રેશન રદ્દ કરવું કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે અને સાથે જ સંસ્થા ના સંચાલકો સાચું જ બોલી રહ્યા છે કે કેમ તે અંગે એફ.એસ.એલ ની મદદ લેવાની છે તે પહેલાં જ સંસ્થાને બચાવવાના તમામ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.

આ પણ વાંચો : અમદાવાદના વિંઝોલમાં આંબા તળાવને પૂરી દેવા મામલે હાઈકોર્ટે ગંભીરતાથી નોંધ લીધી, સરકારને જવાબ રજૂ કરવા આદેશ

આ પણ વાંચો : સુરેન્દ્રનગરના થાન રેલ્વે સ્ટેશન પરથી 55 લાખના મુદ્દામાલ સાથે પોલીસે મહિલાની ધરપકડ કરી

Published On - 10:02 am, Sat, 27 November 21