સુંદર ત્વચા અને ભરાવદાર વાળ ઝંખતા હોવ તો આમળાનું કરો સેવન, ઈમ્યુનિટીથી લઈ ઈન્ફેક્શનમાં રહેશે મદદગાર

|

Sep 30, 2020 | 11:03 AM

આમળા ખૂબ જ પૌષ્ટિક હોય છે. તે એન્ટીઓક્સીડેન્ટ હોવાના કારણે બ્યુટી પ્રોડક્ટમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. તેને ત્વચા અને વાળના નિખાર માટે આયુર્વેદિક દવા તરીકે પણ લેવામાં આવે છે. પાચનક્રિયામાં લાભ : બીજા ફળોની જેમ આમળામાં પણ ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે પાચનક્રિયાને વ્યવસ્થિત ચલાવવા માટે મદદરૂપ સાબિત થાય છે. એટલે આમળા પેટ […]

સુંદર ત્વચા અને ભરાવદાર વાળ ઝંખતા હોવ તો આમળાનું કરો સેવન, ઈમ્યુનિટીથી લઈ ઈન્ફેક્શનમાં રહેશે મદદગાર

Follow us on

આમળા ખૂબ જ પૌષ્ટિક હોય છે. તે એન્ટીઓક્સીડેન્ટ હોવાના કારણે બ્યુટી પ્રોડક્ટમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. તેને ત્વચા અને વાળના નિખાર માટે આયુર્વેદિક દવા તરીકે પણ લેવામાં આવે છે.

પાચનક્રિયામાં લાભ :
બીજા ફળોની જેમ આમળામાં પણ ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે પાચનક્રિયાને વ્યવસ્થિત ચલાવવા માટે મદદરૂપ સાબિત થાય છે. એટલે આમળા પેટ સંબંધિત સમસ્યાને દૂર રાખે છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

ડાયાબીટીસ પર નિયંત્રણ :
આમળામાં ક્રોમિયમ હોય છે, જે ડાયાબિટીસના ઈલાજમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ :
વજન ઓછું કરવા માટે કાચા આમળા ખાઓ. તે ઉપરાંત આમળા પાઉડરને મધ અને હૂંફાળા પાણી સાથે પીઓ. થોડા દિવસમાં ફરક દેખાવા લાગશે.

માસિક નિયમિત રાખે :
આમળામાં રહેલા મિનરલ્સ અને વિટામિન માસિક દરમ્યાન થતા દુઃખાવા અને માસિકને નિયમિત કરવામાં મદદ કરે છે. વિટામિન સી હોવાથી તે ઇમ્યુનિટી પણ વધારે છે.

હૃદય સંબંધિત સમસ્યાઓથી રાહત :
આમળા પાઉડર માંસપેશીઓ મજબૂત કરે છે. તેનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે.

યુરિન ઇન્ફેક્શનથી બચાવે, ભૂખ પણ વધારે :
આમળા યુરિનની માત્રાને નિયંત્રિત કરે છે. ઇન્ફેક્શનથી બચાવે છે. ભોજન પહેલા માખણ, મધ સાથે આમળા પાઉડર મિક્સ કરીને ખાવાથી ભૂખ વધે છે.

લોહી સાફ કરે છે :
આમળા પ્રાકૃતિક રીતે લોહીને સાફ કરે છે. જો ખીલની સમસ્યા હોય તો આમળાથી બનેલો ફેસપેક વાપરો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article