Rajkot: ભ્રષ્ટાચાર મુદ્દે રાજેન્દ્ર ત્રિવેદીની લાલઆંખ, આડકતરી રીતે અધિકારીઓને આપી આ ચેતવણી

|

Dec 05, 2021 | 8:52 AM

Rajkot: ભ્રષ્ટાચાર મુદ્દે રાજેન્દ્ર ત્રિવેદીએ લાલઆંખ કરી છે. તમણે અધિકારીઓને આડકતરી રીતે ચેતવણી આપી છે. કહ્યું કે જો ફરિયાદ મળશે તો કડક કાર્યવાહી કરાશે.

Rajkot: ભ્રષ્ટાચાર મુદ્દે ફરી એકવાર મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ અધિકારીઓને ચેતવણી આપી છે. તેમણે કડક વલણ અપનાવતા કહ્યું કે, જો ભ્રષ્ટાચારને લઈને અધિકારીઓ સામે કોઈ ફરિયાદ આવશે તો તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ તેમણે નાગરિકોને અપીલ કરી છે કે, જો કોઈ અધિકારી લાંચની માગ કરે તો નિડર થઈને મને ફરિયાદ કરો.

મહત્વનું છે કે, અમદાવાદમાં સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં કથિત ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો હતો. જે બાદ ખુદ મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ પહોંચી અધિકારીઑના ક્લાસ લીધા હતા.

રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે આ દુષણ દુર કરવા માટે તમારો સહકાર જોઇશે. મીડીયાના મિત્રો અને નાગરીકોનો આમાં સાથ જરૂરી છે. જ્યાં પણ ફરિયાદ આવશે ત્યાં હું કડક કાર્યવાહી કરવા તૈયાર છું. જે અધિકારીઓ સામે ગઈકાલે ફરિયાદ આવેલી એ તમામને તમામની બદલી ગઈકાલે થઇ ગઈ છે. તમણે કહ્યું કે ‘જે અમદાવાદમાં શાંતિથી હતા તે હવે ગુજરાતના ખૂણે ખૂણે આવી ગયા છે.

 

આ પણ વાંચો: Vadodara: આયુર્વેદિક સિરપની આડમાં નકલી દારૂ બનાવવાના કેસમાં મોટા ખુલાસા, આરોપીએ આપી આ માહિતી

આ પણ વાંચો: IND vs NZ: મુંબઇ ટેસ્ટમાં એક જ દાવમાં 10 વિકેટ લઇ ઇતિહાસ રચનારા એજાઝ પટેલે કહી ખાસ વાત, સિદ્ધિથી ખુશ બોલરે હારના ખતરાંને લઇ નિરાશ !

Next Video