રામ રાખે એને કોણ ચાખે, પિકઅપ વાન ઊંચી થઈ અને કુદીને ભાગ્યો, જુઓ પુલ દુર્ઘટનામાં બચી જનારાની કહાની

કહેવાય છે કે, કેટલાક સ્થાનિકોએ, આ પૂલ જર્જરિત હોવાની ફરિયાદ અવારનવાર તંત્રને કરી હતી. પરંતુ ગુજરાત સરકારના તંત્રના કયા પેરામિટરમાં આ પુલ ફિટ હતો તે તો તંત્ર જ કહી શકશે. બાકી બ્રિજ વાહનવ્યવહાર માટે યોગ્ય ના હોવા અને જર્જરિત હોવાની ફરિયાદોનો ઢગલો કરનારા અનેક લોકો હાજર છે. 

રામ રાખે એને કોણ ચાખે, પિકઅપ વાન ઊંચી થઈ અને કુદીને ભાગ્યો, જુઓ પુલ દુર્ઘટનામાં બચી જનારાની કહાની
| Edited By: | Updated on: Jul 09, 2025 | 3:51 PM

ગુજરાતીમાં એક કહેવત છે કે, રામ રાખે એને કોણ ચાખે, આ કહેવત આજે બ્રિજ દુર્ઘટનામાં બચી ગયેલા પિકઅપ વાન ચાલક માટે સાર્થક ઠરી છે. આણંદ જિલ્લાના ગંભીરા પાસે મહીસાગર નદી ઉપરનો બ્રિજ આજે તુટી પડતા, આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં 12 નિર્દોષ નાગરિકોના મોત થયા છે.

કહેવાય છે કે, કેટલાક સ્થાનિકોએ, આ પૂલ જર્જરિત હોવાની ફરિયાદ અવારનવાર તંત્રને કરી હતી. પરંતુ ગુજરાત સરકારના તંત્રના કયા પેરામિટરમાં આ પુલ ફિટ હતો તે તો તંત્ર જ કહી શકશે. બાકી બ્રિજ વાહનવ્યવહાર માટે યોગ્ય ના હોવા અને જર્જરિત હોવાની ફરિયાદોનો ઢગલો કરનારા અનેક લોકો હાજર છે.

આજે બુધવારના રોજ સવારે બનેલ મહિસાગર પરના ગંભીરા બ્રિજ તુટી પડ્યો એ જ ઘડીએ એક પિકઅપ વાન પણ બ્રિજ  ઉપરથી પસાર થઈ રહી હતી. પરંતુ આ પિકઅપ વાન ચાલક અને તેમા સવાર અન્ય લોકો, માર્યા ગયેલાઓની સરખામણીએ નસીબદાર હતા. જેવો બ્રિજ તુટ્યો કે પિકઅપવાન બ્રિજના જે ભાગમાં હતી તે એકાએક ઉચી થઈ ગઈ.

આ ઘટનાને કારણે ચાલક અને તેમા બેઠેલા અન્ય ગભરાઈ ગયા અને તેઓ એકાએક કૂદી ગયા. જો કે તેમની આખોની સામે પિકઅપ વાન નદીમાં ખાબકી પરંતુ તેઓ બચી ગયા. આ ઘટના નજરોનજર જોઈને તેમનુ દિલ થડકારો ચૂકી ગયું. ઘટનાના કલાકો સુધી તેઓ આવાચક બની ગયા. આખરે તેમણે ટીવી9 ગુજરાતી સમક્ષ નજરે જોયેલી ઘટના વર્ણવી.

જો કે આ ઘટનામાં અત્યાર સુધીમાં 12 નિર્દોષ લોકોના મોત થયા હોવાનુ સામે આવ્યું છે. આવા સમયે એક જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો 22 ઓગસ્ટ 2022નો હોવાનું કહેવાય છે. એ સમયે વીડિયો ઉતારનારે કહ્યું હતું કે, બ્રિજ જર્જરિત થઈ ગયો છે. વાહન વ્યવહાર માટે વ્યવહારુ નથી. આમ છતા તંત્રે કોઈ ગંભીરતા દાખવી નહોતી અને આજે પરિણામ બધાની સામે છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો