ફાટક મુક્ત ગુજરાત માટે રાજય સરકાર સક્રિય, 30 રેલ્વે ઓવર-અંડર બ્રિજ માટે 890 કરોડની ફાળવણી

|

Oct 25, 2021 | 4:22 PM

ગુજરાતને  ફાટક મુક્ત બનાવવા માટે રેલવે ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજના 30 કામો માટે 890 કરોડના પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.તેમજ ગુજરાત આગામી ચાર વર્ષમા રેલવે ક્રોસિંગ ફ્રી સ્ટેટ બનશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

ફાટક મુક્ત ગુજરાત માટે રાજય સરકાર સક્રિય, 30 રેલ્વે ઓવર-અંડર બ્રિજ માટે 890 કરોડની ફાળવણી
State Government active for gate free Gujarat allocation of Rs. 890 crore for 30 railway over under bridges (File Photo)

Follow us on

ગુજરાતમાં(Gujarat)વાહનોની સંખ્યામાં વધારો થતાં ટ્રાફિક જામની(Traffic)સમસ્યાઓ વધી છે. જેમાં રેલવે ક્રોસિંગ(Railway Crossing)પર ટ્રાફિક જામના દ્રશ્યો સામાન્ય બની ગયા છે. ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારે ગુજરાતને રેલવે ક્રોસિંગ ફ્રી( Railway Crossing Free)બનાવવાની યોજના બનાવી છે. જેમાં રેલ્વે ફાટક પર  રેલ્વે ઓવર અને અંડર બ્રિજ માટે સૈધ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી હોવાની બાબત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Cm Bhupendra Patel) જણાવી હતી. જેના લીધે રેલ્વે ફાટક પર ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને લોકોને રાહત થશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાલમાં જ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાંધીધામમાં ફ્લાય ઓવરબ્રિજ માટે રૂ. 59.25 કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. આ ઉપરાંત  ગુજરાતને  ફાટક મુક્ત બનાવવા માટે રેલવે ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજના 30 કામો માટે 890 કરોડના પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.તેમજ ગુજરાત આગામી ચાર વર્ષમા રેલવે ક્રોસિંગ ફ્રી સ્ટેટ બનશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ગુજરાતના તત્કાલીન પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ગુજરાતને ફાટક મુકત રાજ્ય બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે નગરપાલિકા અને કોર્પોરેશનની ગ્રાન્ટથી શહેરમાંથી પસાર થતી રેલ્વે લાઈન પર ઓવરબ્રિજ બનાવવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ રેલવે અને રાજ્ય સરકારના ખર્ચે 50 ટકા કામ થઈ રહ્યું છે. હાલમાં રેલવે ક્રોસિંગ ફ્રી ગુજરાતનું કામ ચાલી રહ્યું છે.

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

આ ઉપરાંત હાલમાં અમદાવાદના થલતેજ- શીલજ ના રાંચરડા રેલ્વે ઓવરબ્રિજને ખુલ્લો મુકતા ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર  રેલવેના તમામ માનવરહિત ફાટકોને દૂર કરવા માટે કામ કરી રહી છે. જે અંતર્ગત 2022 સુધીમાં દેશમાં લગભગ કોઈપણ માનવરહિત ફાટક રહેશે નહીં.

જેનાથી અકસ્માતોમાં ઘટાડો થશે અને નવા બંધાયેલા ઓવરબ્રિજના તુલનાત્મક આંકડા આપતા ગુહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે દેશમાં 2009 થી 2014 સુધીમાં લગભગ 900 માનવરહિત ક્રોસિંગ પૂર્ણ કરવામાં આવ્યા હતા જ્યારે 2014 થી 2020 સુધીમાં લગભગ 3,584 માનવરહિત ક્રોસિંગને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં લગભગ 3.5 ગણું વધુ કામ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં 8,900 થી વધુ ઓવરબ્રિજ અને અંડરબ્રિજ લગભગ પૂર્ણ થઈ ગયા છે.

આમ, ગુજરાતમાં પણ  હાલ  અનેક સ્થળોએ રેલ્વે ફાટક પર રેલ્વે ઓવર અને અંડર બ્રિજ બનાવવાનું કામ  પ્રગતિ પર  છે. તેમજ ગુજરાત આગામી ચાર વર્ષમાં રેલ્વે ફાટક મુક્ત દેશનું  પ્રથમ રાજય બને તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : એમ.એસ.યુનિવર્સિટી પર ભરતી કૌભાંડ બાદ ભ્રષ્ટાચારના આક્ષેપ, પૂર્વ વિદ્યાર્થી નેતાએ લગાવ્યા ગંભીર આક્ષેપ

આ પણ વાંચો : PM Modi UP Visit: પુર્વાંચલને 9 મેડિકલ કોલેજોની ભેંટ, PM મોદીએ ભોજપુરી ભાષાથી શરૂ કર્યું ભાષણ

Published On - 4:11 pm, Mon, 25 October 21

Next Article