Breaking News : વિપક્ષે ભલે બિલ રોકી રાખ્યું હોય, PM મોદીના શાસનકાળમાં જ મહિલા આરક્ષણ થઈને જ રહેશે, કોઈએ શંકા રાખવાની જરૂર નથીઃ અમિત શાહ

Celebrations in Vadnagar on PM Modi's 76th birthday : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી કાર્યો અંગેનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, ગુજરાતના ગામમાં 24 કલાક વીજળી આપવાની જ્યોતિગ્રામ યોજના સફળતા પૂર્વક અમલ કર્યો. આ યોજના હવે દેશના વિવિધ રાજ્યોમાં પણ અમલી બની રહી છે. ગુજરાતના ગામડાઓને 24 કલાક વીજળી મળતી થવાને કારણે, ગ્રામ્ય અર્થતંત્ર ધબકતું થયું. શહેર તરફની દોટ અટકી. વ્યાપાર વિકસ્યો. જેના કારણે ગ્રામ્ય વિકાસમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે.

Breaking News : વિપક્ષે ભલે બિલ રોકી રાખ્યું હોય, PM મોદીના શાસનકાળમાં જ મહિલા આરક્ષણ થઈને જ રહેશે, કોઈએ શંકા રાખવાની જરૂર નથીઃ અમિત શાહ
Amit Shah in Vadnagar,
| Updated on: Sep 17, 2026 | 12:20 PM

PM Modi’s 76th birthday :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગર ખાતે, વડનગરથી વારાણસી યાત્રાને પ્રસ્થાન કરાવતા, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નરેન્દ્ર મોદીની દૂરંદેશીતા, સર્વસમાવેશી, સર્વસ્પર્શી કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. ગુજરાત મોડલના આધારે દેશના વિવિધ રાજ્યોમાં હજ્જારો લાખો લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહ્યો હોવાનું જણાવ્યું હતું. અમિત શાહે, આ પ્રસંગે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પણ નિશાને લઈને, દેશની મહિલાઓને આશ્વત કરતા કહ્યું કે, વિપક્ષના નેતા બિલને રોકીને બેઠા છે, પણ મને વિશ્વાસ છે કે 33 ટકા માતૃશક્તિ મહિલા આરક્ષણ થઈને જ રહેશે તેમાં કોઈએ શંકા રાખવાની જરૂર નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી કાર્યો અંગેનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, ગુજરાતના ગામમાં 24 કલાક વીજળી આપવાની જ્યોતિગ્રામ યોજના સફળતા પૂર્વક અમલ કર્યો. આ યોજના હવે દેશના વિવિધ રાજ્યોમાં પણ અમલી બની રહી છે. ગુજરાતના ગામડાઓને 24 કલાક વીજળી મળતી થવાને કારણે, ગ્રામ્ય અર્થતંત્ર ધબકતું થયું. શહેર તરફની દોટ અટકી. વ્યાપાર વિકસ્યો. જેના કારણે ગ્રામ્ય વિકાસમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે.

સાગરખેડૂ અને વનબંધુ કલ્યાણ યોજનાનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, સર્વસમાવેશી વિકાસને પ્રાધાન્ય આપ્યુ. વનબંધુ અને સાગરખેડૂઓને પણ વિકાસ આપ્યો. સર્વસમાવેશી, સર્વસ્પર્શી યોજના અમલમાં મૂકીને દેશ સમક્ષ રજૂ કર્યો. ગુજરાતમાં જે મોડલ સફળ થયુ તેના આધારે દેશમા 14 વર્ષ પછી પૂર્ણકાલિન સરકાર મળી અને વિકાસનો સૂર્યોદય થયો. દેશમાં ભ્રષ્ટાચાર સુશાસનથી સમાપ્ત કર્યો. લાલ કિલ્લાની પ્રાંચીથી પ્રધાન સેવક તરીકે ઓળખાવ્યા. મોદી જ્યારે સત્તામાં આવ્યા ત્યારે પોલીસી પેલેરિસીસ હતું.

દેશના વિકાસની વાત કરુ તો જીએસટી સ્વપ્ન લાગતું હતું પરંતુ મોદીએ સફળતાપૂર્વક અમલ કરાવ્યો. બેંકિગ સુધારથી સાર્વજનિક બેંક નફો કરતી થઈ છે. રસ્તા, રેલવે, એરપોર્ટ, બંદરના નિર્માણથી વિશ્વને અંચબિત કર્યો છે. 370 દૂર કરવા. ત્રિપલ તલ્લાક રદ કરવો, નકસલ મુક્ત દેશ બનાવવો. સર્જીકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક, ઓપરેશન સિંદૂરથી દુશ્મનને મૂંહતોડ જવાબ આપ્યો છે. વિપક્ષના નેતા રોકીને બેઠા છે. પણ મને વિશ્વાસ છે કે 33 ટકા માતૃશક્તિ આરક્ષણ થઈને જ રહેશે તેમાં કોઈએ શંકા રાખવાની જરૂર નથી.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન અનુપ્રિયા પટેલ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ ઉપસ્થિત રહ્યાં હતા.

PM મોદીના 76માં જન્મદિવસે, વિશ્વ ઉમિયાધામ ખાતે પ્રગટાવ્યો આશીર્વાદનો દીવો, સતત 25 વર્ષની જનસેવાને બિરદાવાઈ

Follow Us
Loading...
Unable to load recommendations.