પતિ-પત્ની બંનેની મળીને ₹300 કરોડથી વધુની સંપત્તિ, જાણો કેટલા અમીર છે સપાના ઉમેદવાર ધનરાજ નથવાણી

સમાજવાદી પાર્ટીએ રાજ્ય સભા સાંસદ માટે બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમા પહેલુ નામ છે અખીલેશ યાદવના ચાચા રામ ગોપાલ યાદવ, બીજુ નામ છે 370 કરોડની સંપત્તિ ધરાવતા ધનરાજ નથવાણીનું. પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીનું નામ સામે આવતા જ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ થઈ ગઈ છે ત્યારે જાણો ધનરાજ નથવાણી કેટલા ધનવાન છે?

પતિ-પત્ની બંનેની મળીને ₹300 કરોડથી વધુની સંપત્તિ, જાણો કેટલા અમીર છે સપાના ઉમેદવાર ધનરાજ નથવાણી
| Updated on: Oct 01, 2026 | 6:10 PM

ઉત્તર પ્રદેશમાં 10 સીટો પર થનારી રાજ્યસભાની ચૂંટણી માટે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સરપ્રાઈઝ ઉમેદવાર અને રિલાયન્સ ગૃપ સાથે જોડાયેલા પરિમલ નથવાણીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. બુધવારે સપા તરફથી રામગોપાલ યાદવ અને ઉદ્યોગપતિ ધનરાજ પરિમલ નથવાણી એ તેનુ નામાંકન ભર્યુ છે. સપા ઉમેદવાર ધનરાજ નથવાણીએ તેની સંપત્તિની વિગતો જાહેર કરી છે.

કેટલા ધનવાન છે ધનરાજ નથવાણી

  • ધનરાજ પરિમલ નથવાણી પાસે ₹10 કરોડ 62 લાખ ની FD છે. ચૂંટણી સોગંદનામા અનુસાર ધનરાજ પાસે કૂલ ₹77 કરોડ, 74 લાખ 87 હજર 216 ની ચલ સંપત્તિ છે. જેમા તેમના શેર, બોન્ડ અને મ્યુચ્યુઅલ ફન્ડ્સ સામેલ છે. તેમની પાસે ₹55 કરોડ, 75 લાખના બોન્ડ, શેર અને મ્યુચ્યુએલ ફન્ડ છે.
  • તેમની પાસે ₹2 કરોડ 81 લાખ નું સેવિંગ્સ વીમા પોલિસી, પોસ્ટ બચત અને રાષ્ટ્રીય બચત ખાતામાં છે. જ્યારે ₹1 કરોડ 62 લાખ 34 હજાર 984 ના સોના-ચાંદીના ઘરેણા છે.
  • ધનરાજ નથવાણીની પત્ની પાસે ₹8 કરોડ, 53 લાખ ના સોના-ચાંદીના ઘરેણા છે.
  • ચૂંટણીના સોગંદનામા અનુસાર તેમના પત્ની પાસે ₹2 અબજ 11 કરોડ અને 9 લાખની ચલ સંપત્તિ છે.
  • ધનરાજ નથવાણી પાસે કૂલ ₹27 કરોડ 67 લાખ ની અચલ સંપત્તિ છે. જેમા ₹1.51 કરોડનું ફાર્મ હાઉસ, ₹4 કરોડ 70 લાખનો પ્લોટ, ₹6 કરોડ 72 લાખની કોમર્શિયલ પ્રોપર્ટી અને ₹14 કરોડ 73 લાખના મકાન સામેલ છે.
  • ધનરાજના પત્ની પાસે ₹53 કરોડ 59 લાખ 33,073 ની અચલ સંપત્તિ છે, જેમા મકાન, ફાર્મ હાઉસ અને પ્લોટ વગેરે સામેલ છે.
  • ધનરાજ પરિમલ નથવાણીની ઉપર ₹3 કરોડ 85,301 નું દેવુ-કરજ છે.

રિલાયન્સ ના ગૃપ પ્રેસિડેન્ટ અને GCA ના અધ્યક્ષ છે ધનરાજ નથવાણી

ધનરાજ નથવાણી રિલાયન્સ ઈન્ડસ્ટીજ લિમીટેડના ગૃપ પ્રેસિડેન્ટ છે. આ ઉપરાંત તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના (GCA) વર્તમાન અધ્યક્ષ છે અને દ્વારકાધિશ દેવસ્થાનમ સમિતિના ઉપાધ્યક્ષ છે.આ ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ સંસ્થાઓના સદસ્ય પણ છે.

ધનરાજ નથવાણી કરતા પણ વધુ અમીર છે પત્ની ભૂમિ નથવાણી

ચૂંટણીના સોગંદનામામાં રજૂ કરેલી વિગતો અનુસાર ધનરાજ નથવાણી પાસે 105 કરોડની સંપત્તિ છે.  જ્યારે તેમના પત્ની ભૂમિ નથવાણી પાસે ₹265 કરોડની સંપત્તિ છે. ઉમેદવારી ફોર્મ સબમિટ કરતી વખતે આપવામાં આવેલા સોગંદનામા અનુસાર ધનરાજ નથવાણીએ જણાવ્યુ કે તેમની પાસે ₹105 કરોડની સંપત્તિ છે જ્યારે તેમની પત્ની પાસે ₹265 કરોડની સંપત્તિ છે.

ધનરાજ પરિમલ નથવાણીના પિતા ભાજપના સમર્થનથી રાજ્યસભા સાંસદ

ધનરાજ નથવાણીનો પરિવાર રાજકીય રીતે પ્રભાવશાળી પરિવાર છે. ધનરાજ નથવાણીના પિતા પરિમલ નથવાણી પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં કોર્પોરેટ બાબતોના ડાયરેક્ટર છે અને ભાજપના ટેકાથી ઝારખંડમાં અપક્ષ સાંસદ છે. તેમને રાજ્યસભા પહોંચવા માટે ભાજપે સમર્થન કર્યુ હતુ.

  • પરિમલ નથવાણી 2008 થી સતત રાજ્યસભા સાંસદ
  • ઝારખંડથી ત્રણ વાર અપક્ષ રાજ્યસભા સાંસદ
  • એકવાર આંધ્રપ્રદેશ YSRCP ની ટિકિટથી રાજ્યસભા સાંસદ રહ્યા

પિતા-પુત્રની વિરોધાભાસી રાજનીતિ

ધનરાજ નથવાણીના પિતા પરિમલ નથવાણી ઝારખંડમાં ભજપના સમર્થનથી અપક્ષ ધારાસભ્ય છે તો હવે ધનરાજ નથવાણી ભાજપની ઘુર વિરોધી પાર્ટી અને INDI ગઠબંધનની સદસ્ય સમાજવાદી પાર્ટીની ટિકિટ પર રાજ્યસભા ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

 

કેન્સરના દર્દીની લાચારી સામે ઉઘાડી લૂંટ, ₹3 હજારની દવા ₹27 હજારમાં વેચાતી જોઈ સુપ્રીમ કોર્ટ થઈ લાલઘુમ

Published On - 5:59 pm, Thu, 1 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.