
ભરઉનાળે ગરમીથી બચવા માટે લોકો આઈસ્ક્રીમ ખાતા હોય છે. ત્યારે ગરમીમાં આઈસ્ક્રીમ ખાતા પહેલાં ચેતી જજો. જાણીતી બ્રાન્ડની આઈસ્ક્રીમમાંથી ગરોળીની પૂંછડી નીકળ્યાનો આક્ષેપ કર્યો છે. અમદાવાદના મણિનગરમાં રહેતા એક મહિલાનો આક્ષેપ છે કે આઈસ્ક્રીમ કોન ખાતી વખતે તેમાંથી ગરોળીની પૂંછડી નીકળી હતી.
આ સમગ્ર ઘટના અમદાવાદના મણિનગર વિસ્તારમાં બની હતી. જો કે TV9 ગુજરાતી મહિલાના દાવાની પુષ્ટિ કરતું નથી. આઇસ્ક્રીમનો કોન ખાતી વખતે અજુગતું મોંઢામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બહાર કાઢીને જોયું તો ગરોળીની પૂંછડી હોવાનું જણાયું હતું. મહિલાને સતત ઉલટીઓ શરુ થતા તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે ભોગ બનનાર મહિલાને તાત્કાલિક સારવાર હાથ ધરવામાં આવી હતી.
આપને જણાવી દઈએ કે મહિલાએ કરેલા આ દાવાની TV9 ગુજરાતી પુષ્ટિ કરતું નથી. પરંતુ ભોગ બનનાર મહિલાના પતિના જણાવ્યા પ્રમાણે તેમણે આ આઈસ્ક્રિમ કોન મણિનગર ક્રોસિંગ પાસે આવેલા મહાલક્ષ્મી કોર્નરમાંથી ખરીદ્યો હતો.જે માટે તેમને પાક્કું બિલ અપાયું નથી.પરંતુ, તેમનો આક્ષેપ છે કે જો પ્રસિદ્ધ બ્રાન્ડમાંથી આવું નીકળતું હોય તો પછી અન્ય બ્રાન્ડ સાથે શું અપેક્ષા રાખવી ?
ઉલ્લેખનીય છે તે આ અગાઉ પણ ખાવા-પીવાની વસ્તુઓમાંથી જીવાંત નીકળવાની ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ આ પ્રકારની મોટી બ્રાંડની આઈસ્ક્રીમમાંથી ગરોળીની પૂંછડી નીકળી હોવાનું સામે આવ્યું છે. આ અગાઉ અમદાવાદના જોધપુરની લાપીનોઝની આઉટલેટમાં પિત્ઝાના બોક્સમાંથી મરેલો વંદો નીકળ્યો હતો. મહિલાએ ફરિયાદ કરતા બ્રાંચ મેનેજરે ઉડાઉ જવાબ આપ્યાનો આરોપ લાગ્યો હતો.
Published On - 12:41 pm, Wed, 14 May 25