કોરોનાના નિતીનિયમોનું પાલન નહી થતા, શીવરંજની-શ્યામલ ડી માર્ટ કરાયુ સીલ

|

Nov 20, 2020 | 3:05 PM

અમદાવાદના શીવરંજની ઓવરબ્રિજથી શ્યામલ ચાર રસ્તા જવાના માર્ગ ઉપર આવતા ડી માર્ટમાં કોવીડ19ના નીતિ નિયમોનું પાલન નહી થતા, મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ કરી દિધુ છે. અમદાવાદમાં શુક્વારે રાત્રીથી સોમવાર સવાર સુધીના કરફ્યુની જાહેરાત થતા જ લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવામાં લાગી ગયા છે. શીવરંજની ઓવરબ્રિજથી શ્યામલ તરફ જવાના માર્ગમાં આવતા ડી માર્ટમાં આજે સવારથી જ લોકોની […]

કોરોનાના નિતીનિયમોનું પાલન નહી થતા, શીવરંજની-શ્યામલ ડી માર્ટ કરાયુ સીલ

Follow us on

અમદાવાદના શીવરંજની ઓવરબ્રિજથી શ્યામલ ચાર રસ્તા જવાના માર્ગ ઉપર આવતા ડી માર્ટમાં કોવીડ19ના નીતિ નિયમોનું પાલન નહી થતા, મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ કરી દિધુ છે. અમદાવાદમાં શુક્વારે રાત્રીથી સોમવાર સવાર સુધીના કરફ્યુની જાહેરાત થતા જ લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવામાં લાગી ગયા છે. શીવરંજની ઓવરબ્રિજથી શ્યામલ તરફ જવાના માર્ગમાં આવતા ડી માર્ટમાં આજે સવારથી જ લોકોની ભારે ભીડ હતી સવારે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થઈ રહ્યું હતું. પરંતુ લોકોનો ધસારો વધતા સોશ્યલ ડીસ્ટન્સ જળવાયુ નહોતુ. એટલુ જ નહી ડી માર્ટની અંદર પણ ખરીદદારોની ભારે ભીડ જોવા મળી હતી. જેના પગલે, અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાવાળાઓએ ડીમાર્ટને સીલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ જ ડિમાર્ટને કોવીડ19ના નિતી નિયમોનુ પાલન નહી થતા હોવાના મુદ્દે સીલ કરી દેવાયુ હતું.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article