Saurashtra: ભારે વરસાદની યાતાયાત પર અસર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની આટલી ST બસોના રૂટ કેન્સલ

|

Sep 15, 2021 | 7:32 PM

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે અનેક ગામ અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. અને તેની સીધી અસર એસટી બસની સેવાઓને પહોંચી છે. ચાલો જાણીએ વિગત.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઘણી તારાજી સર્જાઈ છે. આની અસર સામાન્ય જનજીવન પર ખુબ પડી છે. ઘર, ખેતર અને માર્ગમાં પાણી ફરી વળ્યા છે. ઘણા વિસ્તારો પાણીમાં ઘરકાવ છે. વરસાદના કારણે એસટી બસના રૂટને અસર પહોંચી છે. મળતી માહિતી પ્રમાણે હાલમાં 20 જેટલા રૂટની 40 જેટલી ટ્રીપ બંધ કરી દેવામાં આવી છે. વરસાદને પગલે અગાઉ પણ 55 રૂટની ટ્રીપ બંધ કરવામાં આવી હતી. જોકે, વરસાદના પાણી ઓસરતા કેટલાક રૂટો ફરીથી શરૂ કરવામાં આવ્યા છે. વરસાદને પગલે એસટી બસ ડેપોને કોઈ નુકસાન ન પહોંચ્યાની પણ માહિતી સામે આવી રહી છે.

બીજી તરફ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે અનેક ગામ અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. અને તેની સીધી અસર એસટી બસની સેવાઓને પહોંચી છે. ઉપલેટા એસટી વિભાગે કુલ 56 જેટલા રૂટને સંપૂર્ણ બંધ રાખ્યા છે. બીજા દિવસે પણ આ 56 રૂટ સંપૂર્ણ બંધ રહ્યા છે. ભારે વરસાદને કારણે એસટી બસના રૂટમાં વચ્ચે આવતા રસ્તાઓ ધોવાઈ ગયા છે. ક્યાંક પૂલને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. જેના પગલે હાલ રૂટ બંધ રાખવાનો ઉપલેટા એસટી વિભાગે નિર્ણય કર્યો છે.

જાહેર છે કે આવી પરિસ્થતિમાં યાતાયાત જોખમી નીવળી શકે છે. ઘણી જગ્યાએ રસ્તાઓ ધોવાયા છે તો ઘણી જગ્યાએ પાણી ભરાયા છે. ક્યાંક પૂલને પણ નુકસાન પહોંચ્યાના અહેવાલ પણ આવ્યા છે. આવામાં અસર બસના રૂટ પર પણ જોવા મળી રહી છે.

 

આ પણ વાંચો: Rajkot: વર્ષોથી તૂટેલી હાલતમાં કોઝ-વે, ધોધમાર વરસાદમાં જીવના જોખમે પસાર થાય છે લોકો, જુઓ Video

આ પણ વાંચો: Gir Somnath: કુદરતની કેવી કળા? એક તરફ તારાજી તો બીજી તરફ અહ્લાદક બન્યો જમજીર ધોધ, જુઓ Video

Next Video