Rajkot : ક્રિષ્ના કેન્વાસિંગ નામની પેઢીમાં SEBI ના દરોડા, લેપટોપ અને હિસાબી સાહિત્ય કરાયું જપ્ત, જુઓ Video

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા કેટલાક સમયથી જીરુંના ભાવ ઓલટાઈમ હાઇ રહે છે. કૃત્રિમ તેજીને કારણે ભાવમાં સતત વધારો રહેતા લોકોને મોંઘા ભાવનું જીરું ખરીદવું પડે છે. રાજકોટમાં સેબીએ જીરુના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી છે.

| Edited By: | Updated on: Apr 26, 2023 | 10:14 AM

રાજકોટમાં જીરુંના મોટા ગજાના બ્રોકરની પેઢીમાં સેબીએ દરોડા પાડ્યા છે. જીરુંના ભાવ ઓલટાઈમ હાઈ રહેતા સેબી અને અન્ય એજન્સીઓએ ક્રિષ્ના કેન્વાન્સિંગ નામની પેઢીમાં ચેકિંગ શરુ કર્યુ છે. તપાસ દરમિયાન લેપટોપ અને હિસાબી સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Rajkot: પ્રિ મોન્સુન કામગીરી અંગે મ્યુનિસિપલ કમિશનરે યોજી બેઠક, એક પણ વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા ન રહે તે માટે આપી સૂચના

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા કેટલાક સમયથી જીરુંના ભાવ ઓલટાઈમ હાઇ રહે છે. કૃત્રિમ તેજીને કારણે ભાવમાં સતત વધારો રહેતા લોકોને મોંઘા ભાવનું જીરું ખરીદવું પડે છે. ત્યારે કૃત્રિમ તેજીને કારણે રાજકોટમાં સેબી, અને અન્ય એજન્સીઓએ ક્રિષ્ના કેન્વાસિંગ નામની પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

દરોડાને પગલે પરાબજાર, દાણાપીઠ અને યાર્ડના વેપારીઓએ પોતાની ઓફિસ બંધ રાખી હતી. જેના કારણે જીરૂના વેપાર પર અસર પડી હતી. સૂત્રો પ્રમાણે, છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રમાં જીરુંનો ભાવ વધતો જાય છે. જેના કારણે એજન્ટો તેમજ કેટલાક વચેટિયાઓ મોટા પ્રમાણમાં નાણાં કમાતા હોવાની ફરિયાદ તપાસનીશ એજન્સી પર ગઇ હતી. તેમજ ઉંચા ભાવને કારણે ગુજરાતભરના વેપારીઓ પોતાની જણસી અહીં જ વેચવાનો આગ્રહ રાખતા હતા. જેના કારણે અન્ય યાર્ડમાં આવક ઓછી થઈ હતી અને ત્યાં નુક્સાન જતું હતું.

અલગ અલગ ટીમોએ હાથ ધરી તપાસ

રાજકોટના અયોધ્યા ચોક ખાતે આવેલી ટાઇમ સ્કવેર બિલ્ડિંગમાં બ્રોકર ધીરૂ દાસાને ત્યાં સેબીના અધિકારીઓ જુદી જુદી 3 ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી હતી કે સતત વધતા જીરુંના ભાવને લઈ મોટા પાયે સટ્ટો રમાતો હોઈ શકે છે તેમજ સિન્ડિકેટ બનાવી હોવાની પણ આશંકા છે. નોંધનીય છે કે જીરુના ભાવ 8000ની કિંમતને આંબી ચૂકયા છે.

ફ્લોર મીલ પર પુરવઠા વિભાગના દરોડા

તો બીજી તરફ ગાંધીનગરના કલોલ તાલુકાના સઈજ ગામે પુરવઠા વિભાગે એક ફ્લોર મીલ પર દરોડા પાડ્યા છે. તંત્રએ બાતમીના આધારે તપાસ હાથ ધરીને સરકારી અનાજનો જથ્થો ભરેલી 14 ટ્રક સીઝ કરી છે. હરિયાણા અને પંજાબની સરકારી અનાજ ભરેલી બેગ મોટા પ્રમાણમાં મળી આવી હતી. પુરવઠા વિભાગે અંદાજે 2 લાખ કિલો અનાજનો જથ્થો સીઝ કર્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 9:43 am, Wed, 26 April 23