Breaking News : ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સતત ચોથા દિવસે સર્ચ ઓપરેશન, હજુ પણ મૃતદેહ સ્લેબ નીચે દબાયેલા હોવાની આશંકા, જુઓ Video

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સતત ચોથા દિવસે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હજુ પણ નદીમાં કેટલાક વાહનો ફસાયેલા હોવાથી તેને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર હજુ પણ એક વ્યક્તિનો મૃતદેહ સ્લેબ નીચે દબાયેલો છે.

Breaking News : ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સતત ચોથા દિવસે સર્ચ ઓપરેશન, હજુ પણ મૃતદેહ સ્લેબ નીચે દબાયેલા હોવાની આશંકા, જુઓ Video
Ghambhira Bridge Collapse
| Edited By: | Updated on: Jul 12, 2025 | 12:52 PM

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સતત ચોથા દિવસે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હજુ પણ નદીમાં કેટલાક વાહનો ફસાયેલા હોવાથી તેને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર હજુ પણ એક વ્યક્તિનો મૃતદેહ સ્લેબ નીચે દબાયેલો છે.

GPCB અને NDRFની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. નદીમાં પડેલો પુલનો સ્લેબ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હેવી સ્ટોન કટરની મદદથી નદીમાં સ્લેબને કાપવામાં આવશે. સૂત્રો દ્વારા પ્રાપ્તથતી માહિતી અનુસાર બ્રિજ પર 3 પાણીના ટેન્કર અને જનરેટરો લઈ જવાયા છે. સ્લેબ કટીંગ કરી બહાર કાઢવામાં આવશે. નદીમાં ટાઈલ્સના ટુકડા હોવાથી સર્ચ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે બ્રિજ ધરાશાયીની દુર્ઘટના બાદ તાત્કાલિક ત્યાં રેસ્ક્યું ઓપરેશન અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં અત્યાર સુધી 20 મૃતદેહ અને વાહનોને બહાર કાઢવામાં આવ્યા છે. પરંતુ હજુ પણ એસિડનું ટેન્કર અને બાઈક પાણીની અંદર જ છે. જો કે એસિડનું ટેન્કર ફસાયેલું હોવાથી તેને સાવચેતી સાથે બહાર કાઢવાની કામગીરી કરવી પડશે. તેમજ સર્ચ ઓપરેશન બાદ જ પુલનો સ્લેબ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

ગુજરાતમાં પહેલા પણ આવા અકસ્માતો બન્યા છે

2021 થી ગુજરાતમાં પુલ તૂટી પડવાની ઓછામાં ઓછી છ મોટી ઘટનાઓ બની છે. સૌથી ભયાનક ઘટના ઓક્ટોબર 2022 માં બની હતી જ્યારે મોરબી શહેરમાં મચ્છુ નદી પર બનેલા બ્રિટીશ યુગના ઝૂલતા પુલ તૂટી પડવાથી 135 લોકો મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માત બાદ સરકાર એક્શન મોડમાં છે. આ જ કારણ છે કે સરકારે ઉતાવળે 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો