ક્યારે ઉડશે સી-પ્લેન? અમદાવાદ-કેવડિયા સી-પ્લેન સેવા ફરી શરૂ કરવાનો કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીનો વાયદો
અમદાવાદ કેવડિયા વચ્ચે સી-પ્લેન શરુ કરવામાં આવ્યું હતું. જે લાંબો સમય તો બંધ જ હાલતમાં રહ્યું છે. જોકે રાજ્યસરકારના મંત્રીએ આ પ્લેન ફરી શરુ કરવાનો વાયદો આપ્યો છે.
કોરોના મહામારીના કારણે છેલ્લા કેટલાક સમયથી બંધ સી પ્લેનની (Seaplane) સેવા ફરી શરૂ થશે. આગામી સમયમાં અમદાવાદથી કેવડિયા (Ahmedabad to Kevadia) વચ્ચે સી-પ્લેન સર્વિસ ફરી શરૂ કરવામાં આવશે. આ નિવેદન કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી આપ્યું છે. મંત્રીએ આ મામલે કહ્યું, સી પ્લેન નવા રૂપ રંગ સાથે ફરી શરૂ કરાશે, અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of unity) ખાતે આવનાર પ્રવાસીઓને લાભ મળશે. તેમણે એમ પણ કહ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે એરસ્ટ્રીપનું કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે.
મહત્વનું છે કે નર્મદા જિલ્લા ભાજપ (BJP) દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારથી રાજ્યના 16 શહેર અને જીલ્લાના પ્રવાસ પર છે. જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલ મોટાભાગના જિલ્લાઓમાં સ્નેહ મિલન સંમેલન કાર્યક્રમ અંતર્ગત પ્રવાસ કરશે. આ પ્રવાસમાં સરકારની યોજનાઓ અને વિકાસ કાર્યો અંગે વાતચીત કરશે.
તો સી-પ્લેનની સેવા જ્યારથી શરુ કરવામાં આવી તે દિવસથી ચાલુ બંધ સ્થિતિમાં રહી છે. અલગ અલગ કારણોસર સી-પ્લેન બંધ રહે છે. ત્યારે અમુક અહેવાલો પ્રમાણે આ પ્લેન મોટાભાગે મેઈન્ટેનન્સમાં જ રહ્યું હોય તેવું સામે આવ્યું છે.
આ પણ વાંચો: નડિયાદમાં મળી આવેલ બાળકના હૃદયમાં જન્મજાત છિદ્ર, પોલીસને તપાસમાં જ ખૂબ મહત્વની કડી હાથ લાગી