ગુજરાત(Gujarat) માં આગામી ચાર દિવસ દરિયો(Sea) તોફાની રહેવાની શક્યતા છે. જેના પગલે આગામી 4 દિવસ ગુજરાતના તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જેમાં 1 ઓગસ્ટથી 4 ઓગસ્ટ સુધી દરિયો તોફાની રહેવાની સૂચના આપવામાં આવી છે. જેમાં આગામી 4 દિવસ અરબી સમુદ્રમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. તેમજ દરિયામાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શકયતા છે.
હાલ બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાયું છે તે હાલ ઝારખંડ અને મધ્ય પ્રદેશમાં છે. જેના લીધે અરબી સમુદ્રી તોફાની બને તેવી શકયતા છે. જેના પગલે હવામાન વિભાગે માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપી છે.
આ પણ વાંચો : Tokyo Olympics 2020 live : ભારતના બોક્સર સતીશ કુમાર હાર્યા ક્વાર્ટર ફાઇનલ મુકાબલો, મેડલથી ચૂક્યા
આ પણ વાંચો : એક વાર જાણી જશો દૂધીના ફાયદા તો ક્યારેય નહીં કહો ના, વજનથી લઈને ડાયાબિટીસમાં અસરકારક
Published On - 8:27 am, Sun, 1 August 21