રાજ્ય સરકારે ફરી નવરાત્રી વેકેશનને લઈ કરી જાહેરાત, આટલા દિવસો સ્કૂલ અને કોલેજોમાં રહેશે રજા
તો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ફરી એક વખત નવરાત્રી વેકેશનને લઈને મોટી જાહેરાત કરી છે. સરકારે આ વર્ષે નવરાત્રીમાં 8 દિવસનું વેકેશન જાહેર કર્યું છે. આ રીતે જ ગત વર્ષે પણ સરકારે વેકેશન જાહેર કર્યું હતું. જે તે સમયે વાલીઓનો વિરોધ પણ સહન કરવો પડ્યો હતો. વેકેશનના વિરોધમાં કેટલાક લોકોએ પ્રશ્ન ઉઠાવ્યા હતા કે આ […]
તો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ફરી એક વખત નવરાત્રી વેકેશનને લઈને મોટી જાહેરાત કરી છે. સરકારે આ વર્ષે નવરાત્રીમાં 8 દિવસનું વેકેશન જાહેર કર્યું છે. આ રીતે જ ગત વર્ષે પણ સરકારે વેકેશન જાહેર કર્યું હતું. જે તે સમયે વાલીઓનો વિરોધ પણ સહન કરવો પડ્યો હતો. વેકેશનના વિરોધમાં કેટલાક લોકોએ પ્રશ્ન ઉઠાવ્યા હતા કે આ પ્રકારના વેકેશનથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડે છે.
School, colleges to get eight-day Navaratri holidays,#Gujarat government declared vacation from 30 September to 7 October. pic.twitter.com/RPpDmoEgTL
— Tv9 Gujarati (@tv9gujarati) May 28, 2019
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
તો બીજી તરફ કેટલાક લોકો એવો તર્ક આપે છે કે હિન્દુઓ માટે આ સૌથી મોટો તહેવાર છે જેથી વેકેશન આપવું જરૂરી છે. તો ત્રીજો પક્ષ એવો પણ મત દર્શાવે છે કે શાળાનો સમય સવારનો અથવા 5 વાગ્યા સુધીનો કરી દેવાથી તહેવારની પણ ઉજવણી કરી શકાય છે. જો કે હાલ તો સરકારે પોતાનો નિર્ણય જણાવી દીધો છે. જો કે મહત્વની વાત એ છે કે નવરાત્રી સમયે આપેલા વેકેશનના દિવસો દીવાળી વેકેશનમાંથી ઓછા કરી દેવામાં આવશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]