સાબરમતીથી જમ્મુ તવી જતી ટ્રેન નં.19223, 18 ઓક્ટોબરથી કટરા સુધી દોડશે, વૈષ્ણૌદેવીની યાત્રા કરનારાઓને થશે ફાયદો

અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનેથી દોડતી જમ્મુ તવી ટ્રેનને હવેથી માતા વૈષ્ણોદેવી કટરા સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. આગામી 18મી ઓક્ટોબરથી સાબરમતી અને જમ્મુ તવીને બદલે સાબરમતી અને માતા વૈષ્ણોદેવી કટરા સુધી દોડશે. આ ઉપરાંત 25મી ઓક્ટોબરથી જ ટ્રેન નં. 19415 સાબરમતી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ અને 24 ઓક્ટોબરથી ટ્રેન નં. 12473 ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

સાબરમતીથી જમ્મુ તવી જતી ટ્રેન નં.19223, 18 ઓક્ટોબરથી કટરા સુધી દોડશે, વૈષ્ણૌદેવીની યાત્રા કરનારાઓને થશે ફાયદો
| Updated on: Aug 19, 2026 | 4:55 PM

મુસાફરોની સુવિધા વધારવા માટે, પશ્ચિમ રેલવેએ ટ્રેન નં. 19223, જે અગાઉ સાબરમતી અને જમ્મુ તવી વચ્ચે ચાલતી હતી, તેને હવેથી જમ્મુ તવીને બદલે, શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સુધી લંબાવવામાં આવી છે. આનાથી અમદાવાદ-ગુજરાતથી શ્રી માતા વૈષ્ણોદેવીની યાત્રા માટે મુસાફરી કરતા મુસાફરોને, હવે સીધી કટરા સુધી રેલવે જોડાણ મળશે. આ ટ્રેનમાં મુસાફરી કરનારાઓએ જમ્મુથી કટરા સુધી રોડ માર્ગે, અથવા તો અન્ય ટ્રેનમાં સવાર થઈને મુસાફરી કરવી પડતી હતી.

ટ્રેન નં.19223 સાબરમતી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 18 ઓક્ટોબર 2026 થી દરરોજ 10.25 વાગ્યે સાબરમતીથી ઉપડશે અને બીજા દિવસે સાંજે 6.55 વાગ્યે શ્રી માતા વૈષ્ણોદેવી કટરા પહોંચશે. પરત ફરતી વખતે, ટ્રેન નં. 19224 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-સાબરમતી એક્સપ્રેસ 20 ઓક્ટોબર 2026 થી દરરોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી 04.50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 2.05 વાગ્યે સાબરમતી પહોંચશે.

ટ્રેન નં. 19223 સાબરમતી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસનો પાલનપુર રેલ્વે સ્ટેશન પર આગમન અને પ્રસ્થાન સમય અનુક્રમે 13.20 કલાક અને 13.22 કલાક રહેશે.

આ ટ્રેનના વિસ્તરણની સાથે, મુસાફરોની સુવિધા માટે સાંબા, બારી બ્રાહ્મણ અને શહીદ કેપ્ટન તુષાર મહાજન સ્ટેશનો પર વધારાના સ્ટોપ પણ આપવામાં આવ્યા છે.

ટ્રેન નં. 19415 સાબરમતી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસના સમયમાં સુધારો

ટ્રેન નં. 19415 સાબરમતી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસના સમયમાં સુધારો કરવામાં આવ્યો છે, જે 25 ઓક્ટોબર 2026 થી અમલમાં આવશે. સુધારેલા સમયપત્રક મુજબ, જમ્મુ તાવી સ્ટેશન પર ટ્રેનનું આગમન અને પ્રસ્થાન અનુક્રમે 04.05 કલાકે અને 04.15 કલાકે થશે, જ્યારે તે શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્ટેશન પર 06.15 કલાકે પહોંચશે.

ટ્રેન નં. 12473 ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસના સમયમાં સુધારો

ટ્રેન નં. 12473 ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસના સમયમાં સુધારો કરવામાં આવ્યો છે, જે 24 ઓક્ટોબર 2026 થી અમલમાં આવશે. સુધારેલા સમયપત્રક મુજબ, જમ્મુ તાવી સ્ટેશન પર ટ્રેનનું આગમન અને પ્રસ્થાન અનુક્રમે 2.32 કલાક અને 2.37 કલાકે થશે.

ટ્રેન નં.19223 અને 12473 માટે બુકિંગ 21 ઓગસ્ટ 2026 થી શરૂ થતા તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.

યાત્રીઓ ટ્રેનના સમય, સ્ટોપેજ અને કોચ રચના અંગે વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

IRCTC ની મોટી કાર્યવાહી, ટ્રેનો અને સ્ટેશનો પરથી 8 હજારથી વધુ ગેરકાયદે પાણીની બોટલો જપ્ત, કેટરિંગ સંચાલકોને કડક ચેતવણી

Follow Us
Loading...
Unable to load recommendations.