Sabarkantha: ઇડરમાં કમોસમી વરસાદ ખાબક્યો, રવિ પાકને લઈને ખેડૂતોની ચિંતા વધી

| Edited By: | Updated on: Nov 18, 2021 | 9:41 AM

Sabarkantha: વહેલી સવારે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેની અસર ઇડરમાં પણ જોવા મળી. રાજ્યના ઘણા વિસ્તારોમાં માવઠું થવાની આગાહી કરવામાં આવી હતી.

રાજ્યમાં (Gujarat) હવામાન વિભાગની (Weather) આગાહી વચ્ચે ઠેર ઠેર વરસાદ (Rain) જોવા મળ્યો. સાબરકાંઠા જીલ્લામાં ઇડર, વડાલી, ખેડબ્રહ્મા અને પોશીના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાની માહિતી સામે આવી. વરસાદની આગાહી વચ્ચે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં (Farmers) ચિંતા વ્યાપી ગઈ છે. એક તરફ રવિ પાક લેવાની સિઝનની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. સાબરકાંઠાની સુંદરતા ગણાતા ઇડરમાં પણ વરસાદી વાતાવારણની અસર જોવા મળી હતી. માહોલ ખુશનુમા થઇ ગયો હતો પણ ખેડૂતોમાં પાક બગડવાની ચિંતા વધી હતી.

જણાવી દઈએ કે સાબરકાંઠાના ઇડરમાં પણ કમોસમી વરસાદી ઝાપટુ જોવા મળ્યું હતું. હવામાન વિભાગની ત્રણ દિવસની આગાહી વચ્ચે વરસાદી માવઠુ વરસ્યુ હતું. તો વરસાદના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. કમોસમી વરસાદને લઈને ખેડૂતોની પણ ચિંતા વધી છે. જાહેર છે કે આ વરસાદી ઋતુમાં પણ પહેલા સાવ ઓછો અને પછી એકદમ વધુ વરસાદ આવવાથી સિઝન બગડી હતી. તો ઘણી જગ્યાએ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો પાક બગડ્યો હતો.

જણાવી દઈએ કે આ સિઝન રવિ પાકની છે. ત્યારે ખેડૂતો પોતાના ઉભા થયેલા પાકને ખેતરમાં જ રાખતા હોય છે, ત્યારે શિયાળાની સીઝનમાં પાક ખુલ્લો પડ્યો હોય છે. હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે તો તેને લઈને ખેડૂતોનો પાક ખેતરમાં જ પલળી ના જવાની ભીતિ સર્જાઈ છે.

 

આ પણ વાંચો: કારતકમાં કમોસમી: રાજ્યમાં ઠેર ઠેર માવઠાની અસર, જાણો ક્યાં ક્યાં વરસ્યો કમોસમી મેઘો

આ પણ વાંચો: Amreli: હચમચાવી દેનારી ઘટના આવી સામે, પરિવારના 4 સભ્યોએ સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ