ગૌણ સેવા પસંદગી મંડળ હેડ ક્લાર્ક પેપર લીક કેસ, જિલ્લા પોલીસવડાએ આ કર્યા નવા ખુલાસા

|

Dec 18, 2021 | 1:39 PM

ગૌણ સેવા પસંદગી મંડળના કર્મચારીની સંડોવણી અંગેના પુરાવા પોલીસને હાથે લાગ્યા છે. પોલીસે આરોપી દર્શન વ્યાસ ના ઘરે તપાસ કરી 23 લાખ રૂપિયા પોલોસે કબજે કર્યા છે. અને હજુ પણ આરોપીઓની સઘન પૂછપરછ કરાઈ રહી છે.

ગૌણ સેવા પસંદગી મંડળ હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં SP નિરજ બડગુર્જર વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થવાને મામલે પ્રાંતિજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આઠ આરોપીની ધરપકડ કરાઈ છે .આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પરીક્ષાનું પેપર લીક મામલે સાબરકાંઠા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરી આઠ આરોપીની ધરપકડ કરી છે. સાથે જ બીજા ત્રણ આરોપીની ધરપકડ બાકી છે. એમની ધરપકડ માટે તપાસ થઈ રહી છે. તો બીજી તરફ પકડાયેલા આરોપીઓને આજે બપોરે બાદ પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અને 14 દિવસના રિમાનડ માંગવાની તૈયારી જિલ્લા પોલીસે કરી લીધી છે. સાથે જ પોલીસે આરોપી દર્શન વ્યાસ ના ઘરે તપાસ કરી 23 લાખ રૂપિયા પોલોસે કબજે કર્યા છે. અને હજુ પણ આરોપીઓની સઘન પૂછપરછ કરાઈ રહી છે. જેમાં હજુ વધુ નામો ખુલશે અને પોલીસે પણ વધુ આરોપીઓની સંડોવણી હોવાની આશંકાને લઈ પકડાયેલા આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે.

ગૌણ સેવા પસંદગી મંડળ હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં SP નિરજ બડગુર્જર વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સાબરકાંઠાના SP નિરજ બડગુર્જર પોલીસ ફરિયાદના 24 કલાક બાદ અત્યાર સુધીમાં થયેલી તપાસ અંગે વધુ જાણકારી આપી.


ગૌણ સેવા પસંદગી મંડળના કર્મચારીની સંડોવણી અંગેના પુરાવા પોલીસને હાથે લાગ્યા છે. હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનું સરકારે 6 દિવસ બાદ સત્તાવાર રીતે કબૂલ કર્યું. આ ગુના હેઠળ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં સરકાર તરફથી 406, 406, 409, 120 હેઠળ ગુનો દાખલ કરાયો છે. આ સમગ્ર કેસમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે ગુનાના મુળ સુધી પહોંચવા સરકાર કટિબદ્ધ છે. આ કેસમાં પહેલાં ક્યારેય ના લેવાયા હોય તેવા પગલાં લેવાશે.

આ પણ વાંચો : Omicron: જો બ્રિટનની જેમ કેસ વધશે તો ભારતમાં દરરોજ 14 લાખ કેસ આવશે, ઓમિક્રોનની ફેલાવાની ઝડપ વધુ

આ પણ વાંચો : Ganga Expressway: કોને થશે ફાયદો અને કયા શહેરોમાંથી પસાર થશે ગંગા એક્સપ્રેસ વે, જાણો તેની ખાસ વાતો

Next Video