Tender Today : તલોદ નગરપાલિકામાં તળાવના વિકાસ કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

તલોદ નગરપાલિકા વિસ્તારમાં સરકાર તરફથી ફાળવેલી ગ્રાન્ટમાંથી ઓનલાઇન ઇ-ટેન્ડરથી ગુજરાત રાજ્ય સરકારમાં વિશેષ લાયકાત ધરાવતા રજીસ્ટર થયેલા ઇજારદારો પાસેથી ટેન્ડર મગાવવામાં આવ્યા છે.

Tender Today : તલોદ નગરપાલિકામાં તળાવના વિકાસ કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર
| Edited By: | Updated on: May 24, 2023 | 12:16 PM

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં આવેલી તલોદ નગરપાલિકા દ્વારા ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યુ છે. તલોદ નગરપાલિકામાં ગામ તળાવના વિકાસ કામ માટે ભાવપત્રક મગાવવામાં આવ્યા છે. તલોદ નગરપાલિકા વિસ્તારમાં સરકાર તરફથી ફાળવેલી ગ્રાન્ટમાંથી ઓનલાઇન ઇ-ટેન્ડરથી ગુજરાત રાજ્ય સરકારમાં વિશેષ લાયકાત ધરાવતા રજીસ્ટર થયેલા ઇજારદારો પાસેથી ટેન્ડર મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Breaking News: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં રોડ અકસ્માતનો ભોગ બની કાર, 7 લોકોના મોત

ટેન્ડરની અંદાજીત કિંમત 88,94,950 રુપિયા છે. ઓનલાઇન ટેન્ડર ડાઉનલોડ કરવાની તથા પ્રાઇસબીડ સાથે ટેન્ડર ઓનલાઇન સબમીશનની છેલ્લી તારીખ 12 જૂન 2023 સાંજે 6 કલાક સુધીની છે. ફિઝિકલ ટેન્ડર ફી, EMD અને જરુરી ડોક્યુમેન્ટ આર.પી.એ.ડી.થી નગરપાલિકા ખાતે મોકલવાની છેલ્લી તારીખ 16 જૂન 2023 સાંજે 6 કલાકની છે. ટેન્ડરની વધુ વિગતો વેબસાઇટ www.nprocure.com સાઇટ પરથી જોવા મળશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો