Sabarkantha: વણઝારા પરિવારોનું સ્થળાંતર, ડીજીપી હિંમતનગર પહોંચ્યા, સ્થિતિની સમિક્ષા કરી
બીજી બાજુ રાજ્યનું ગૃહ વિભાગ પણ હરકતમાં આવી ગયું હતું. ગૃહમંત્રી સાંજે હિમ્મતનગરની મુલાકાત લેવાના છે અને ડીજીપી આશિષ ભાટીયા હિંમતનગર પહોંચી ગયા છે. ત્યાં તેમણે એસી સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી અને સ્થિતિની સમિક્ષા કરી હતી.
હિંમતનગર (Himmatnagar) ના વણઝારા વાસમાં ગત રાત્રે ભારે પથ્થમારા અને પેટ્રોલ બોંબ ઝીંકાતા સ્થાનિકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. હસનનગર વિસ્તારની ઉંચી ઈમારતો પરથી મધરાતે પથ્થરમારો થતા સ્થાનિકો ફફડી ઉઠ્યા. ભયના માર્યા વણઝારા વાસના 7થી 8 પરિવારના લોકો બાળકો અને ઘરવખરી સાથે સ્થળાંતર કરવા મજબૂર બન્યા. વણઝારા વાસના સ્થાનિકોએ કહ્યું કે અત્યારે તો પોલીસ અને SRPની ટુકડીઓ તૈનાત છે. પરંતુ પોલીસ (Police) બંદોબસ્ત હટ્યા બાદ બાળકો, મહિલાઓ અને ઘરવખરીની ચિંતા સતાવી રહ્યાં છે. વણઝારા વાસના ડરેલા પરિવારોએ પાકા ઘરના ઘર છોડીને કોઈ સલામત વિસ્તારમાં ઝૂંપડા બાંધીને રહેવાની તૈયારી દર્શાવી.
હિંમતનગરના વણઝારા વાસમાંથી ઘરવખરી સાથે કેટલાક પરિવારની હિજરતના દ્રશ્યો કેમેરા સામે આવ્યા. જે બાદ એસપી સહિતના વરિષ્ઠ અધિકારીઓનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. અને લોકોને સુરક્ષાની ખાતરી આપી ઘર ન છોડીને જવા સમજાવ્યા.
ગઈ રાતની ઘટના બાદ પોલીસ અને રોપીડ એક્શન ફોર્સ હરકતમાં આવી હતી અને હુલાખોરોને કાબુમાં લેવા માટે રેપિડ એક્શન ફોર્સ દ્વારા 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કરાયુ હતું અને સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. દિવસભર પણ સમગ્ર વિસ્તામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો રહ્યો હતો.
બીજી બાજુ રાજ્યનું ગૃહ વિભાગ પણ હરકતમાં આવી ગયું હતું. ગૃહમંત્રી સાંજે હિમ્મતનગરની મુલાકાત લેવાના છે અને ડીજીપી આશિષ ભાટીયા હિંમતનગર પહોંચી ગયા છે. ત્યાં તેમણે એસી સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી અને સ્થિતિની સમિક્ષા કરી હતી.
આ પણ વાંચોઃ Gandhinagar: મોદીએ કહ્યું વિશ્વમાં અત્યારે અન્ન સંકટ પેદા થયું છે, ત્યારે આપણે ત્યાં તો ભંડાર ભરેલા છે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો