Sabarkantha : પ્રાંતિજ અને આસપાસના ગ્રામીણ વિસ્તારમાં ભારે વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર

|

Sep 09, 2021 | 5:57 PM

સાબરકાંઠા જિલ્લામાં ભારે ગાજવીજ સાથે મેઘસવારી આવી છે. જેમાં પ્રાંતિજના અનવરપુરા, કતપુર, કમાલપુરમાં ભારે વરસાદ પડયો છે.

ગુજરાત(Gujarat)માં હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ(Rain) પડી રહ્યો છે. જેમાં સાબરકાંઠા(Sabarkantha) ના પ્રાંતિજ શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તેમજ જિલ્લામાં ભારે ગાજવીજ સાથે મેઘસવારી આવી છે. જેમાં પ્રાંતિજના અનવરપુરા, કતપુર, કમાલપુરમાં ભારે વરસાદ પડયો છે. તેમજ તાલુકાના પિલુદ્રા અને લીમલા પંથકમાં મેઘમહેર થઈ રહી છે.

જ્યારે પ્રાંતિજના ભાખરીયા વિસ્તારના શાસ્ત્રી બજાર, હનુમાનજી ચોકમાં પાણી ભરાયા છે. તેમજ પાણી નિકાલની ડ્રેનેજ યોગ્ય રીતે સાફ નહીં હોવાથી પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. જો કે પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે.

સાબરકાંઠાના ગ્રામીણ પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વરસાદ પડતાં તેમના પાકને જીવતદાન મળ્યું છે. તેમજ આગામી સમયમાં વધુ વરસાદના પગલે ગ્રામીણ વિસ્તારોમાં નદી અને ચેકડેમોમાં પણ પાણીની આવક વધશે. જેના લીધે આ વિસ્તારમાં પાણીની સમસ્યા પણ હળવી બનશે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે કલાકમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પાલનપુરમાં વરસાદ વરસ્યો છે. તેમજ સિદ્ધપુરમાં છેલ્લા 4 કલાકમાં બે ઈંચ વરસાદ ખબક્યો છે. જ્યારે પાટણ અને પાલનપુરમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડતાં જનજીવનને પણ અસર પહોચી છે.

આ પણ વાંચો : Anand માંથી ઝડપાયું રાજયવ્યાપી ડુપ્લીકેટ આર.સી.બુક બનાવવાનું કૌભાંડ, બે આરોપીની ધરપકડ

આ પણ વાંચો : ગુજરાતમાં સીએમ રૂપાણીના અધ્યક્ષસ્થાને મહાનગરના હોદ્દેદારોની મહત્વપૂર્ણ બેઠક, વિકાસ કામોની સમીક્ષા કરાશે

Published On - 5:53 pm, Thu, 9 September 21

Next Video