સાબરકાંઠા લોકસભા બેઠક માટે તંત્ર સજ્જ, ક્લેકટરે જાહેર કરી સંપૂર્ણ વિગતો, જાણો

|

Mar 16, 2024 | 11:24 PM

સાબરકાંઠા જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમેષ દવેની અધ્‍યક્ષસ્થાને લોકસભા સામાન્‍ય ચૂંટણી-2024 અન્‍વયે ચૂંટણી કાર્યક્રમ અંગેની જાણકારી માટે જિલ્‍લા કલેક્ટર કચેરી-હિંમતનગર ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી. સાબરકાંઠા જિલ્‍લાના ચાર અને અરવલ્લી જિલ્લાના ત્રણ વિધાનસભા મતવિસ્તારોનો સહિત લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવિષ્ટ થાય છે.

સાબરકાંઠા લોકસભા બેઠક માટે તંત્ર સજ્જ, ક્લેકટરે જાહેર કરી સંપૂર્ણ વિગતો, જાણો
જાહેર કરી સંપૂર્ણ વિગતો

Follow us on

સાબરકાંઠા જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમેષ દવેની અધ્‍યક્ષસ્થાને લોકસભા સામાન્‍ય ચૂંટણી-2024 અન્‍વયે ચૂંટણી કાર્યક્રમ અંગેની જાણકારી માટે જિલ્‍લા કલેક્ટર કચેરી-હિંમતનગર ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી. જિલ્લામાં આદર્શ આચારસંહિતના અમલ સાથે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ હોવાનું જણાવતા જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેએ જણાવ્યું હતું કે, ચૂંટણી જાહેર થતા જિલ્‍લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે.

ભારતના ચૂંટણીપંચ દ્વારા લોકસભા સામાન્‍ય ચૂંટણી-2024 જાહેર થતાં ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયાની વિગતો મુજબ સાબરકાંઠા જિલ્‍લામાં ચૂંટણી અંગેનું જાહેરનામુ તા.12 એપ્રિલ 2024, ઉમેદવારીપત્રકો ભરવાની છેલ્‍લી તા.19 એપ્રિલ 2024, ઉમેદવારી પત્રકોની ચકાસણીની તા.20 એપ્રિલ-2024, ઉમેદવારી પત્રક પરત ખેંચવાની છેલ્‍લી તા. 22 એપ્રિલ-2024 રહેશે. તા.7 મે 2024ના રોજ મતદાન અને તા.4, જૂન 2024 ના રોજ મતગણતરી થશે. ચૂંટણીપ્રક્રિયા તા.6, જૂન 2024 ના રોજ પૂર્ણ થશે.

લોકસભા બેઠકને લઇ સંપૂર્ણ તૈયારી, જાણો

  • સાબરકાંઠા જિલ્‍લાના ચાર અને અરવલ્લી જિલ્લાના ત્રણ વિધાનસભા મતવિસ્તારોનો સહિત લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવિષ્ટ થાય છે. કુલ મતદારો અત્યાર સુધીમાં 19,66,616 નોંધાયેલા છે. જેમાં 10,01,631 પુરુષ મતદારો અને 9,64,917 સ્ત્રી મતદાર નોંધાયેલા છે.
  • જેમાં હિંમતનગરમાં વિધાનસભા વિસ્‍તારમાં 326, ઇડરમાં 333, ખેડબ્રહ્મામાં 323 અને પ્રાંતિજમાં 297 મળી કુલ 1279 મતદાન મથકો કાર્યરત થશે. જેમાં જિલ્લાના 5,74,490 પુરૂષ, ૫૫૨૭૫૫ સ્‍ત્રી તેમજ 46 અન્ય એમ મળી જિલ્‍લાના કુલ 11,27,291 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ તા.7, મે 2024 ના રોજ કરી શકશે.
  • અરવલ્લી જિલ્‍લાના ત્રણ વિધાનસભા મતવિસ્તારોનો સમાવિષ્ટ થાય છે. જેમાં ભિલોડામાં વિધાનસભા વિસ્‍તારમાં 400, મોડાસામાં 316 અને બાયડમાં 331 મળી કુલ 1047 મતદાન મથકો કાર્યરત થશે.
  • અરવલ્લી જિલ્લાના 4,27,141 પુરૂષ, 4,12,162 સ્‍ત્રી તેમજ 22 અન્ય એમ મળી જિલ્‍લાના કુલ 8,39,325 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 18450 મતદારો 80+ ઉંમરના 219 મતદારો 100+ ઉંમરના અને 5468 દિવ્યંગો મતદાન કરશે. આ સાથે જ 23,892 યુવા મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
  • આદર્શ આચારસંહિતાના અમલમાં નિષ્‍પક્ષ રીતે ચૂંટણી કાર્યવાહી થાય તે માટે ચૂંટણી સંબંધી કોઇપણ ફરિયાદ ટોલ ફ્રી નં.1950 મતદાર સંબંધી હેલ્‍પલાઇન સતત કાર્યરત રહેશે. આ ઉપરાંત જિલ્લા કંન્ટ્રોલ ટોલ ફ્રી નંબર-1800-233-6015, (02772-299196), ખર્ચ સેલ કંન્ટ્રોલ ટોલ ફ્રી નંબર-1800-233-6013 (02772-299190) કાર્યરત રહેશે.
  • આ ઉપરાંત 18 વિડીયો સર્વેલન્‍સ, 07 વિડીયો વ્‍યૂઇંગ, 26 ફ્લાઇંગ સ્‍કવોડ, 25 સ્ટેટિક સર્વેલન્‍સ અને 07 એકાઉન્‍ટીંગની ટીમ કામગીરી કરશે.
  • 5-સાબરકાંઠા સંસદીય મતવિભાગમાં આવેલ તમામ (07) વિધાનસભા મતદાર વિભાગોમાં વિધાનસભા મતવિભાગ દીઠ 07-મહિલા સંચાલિત સખી મતદાન, 01-આદર્શ, 01-પી.ડબ્યુ.ડી. તથા જિલ્લા કક્ષાએ 01-યુથ મતદાન મથક ઉભા કરવાનું આયોજન કરેલ છે.
  • જિલ્‍લા ચૂંટણી અધિકારી નૈમેષ દવેએ ચૂંટણી નિષ્પક્ષ, ન્‍યાયી, શાંતિપૂર્ણ અને સંપૂર્ણ પારદર્શી બની રહે અને સાબરકાંઠા જિલ્‍લામાં મોડલ પ્રકારની ચૂંટણી પૂર્ણ થાય તે માટે સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
  • પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ણા વાઘેલા, નાયબ ચૂંટણી અધિકારી ભૂમિબેન કેશવાલા, મામલતદારતેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્‍થિત રહ્યા હતા.

 

ગુજરાતનું અમદાવાદ શહેર પહેલા ક્યાં નામથી ઓળખાતું હતું ?
શું વોક કરવાથી ખરેખર વજન ઘટે ?
ગુજરાતી અભિનેત્રીએ એન્જિનિયર સાથે સગાઈ કરી, જુઓ ફોટો
રોજ એક જામફળ ખાવાથી મળે છે આ 5 ચમત્કારિક ફાયદા, જાણો અહીં
શિયાળામાં છાતીમાં જામી ગયો છે કફ, તો કરો આ ઉપાય
નવા વર્ષ 2025માં રાહુ-કેતુ, શનિ અને ગુરુ પોતાની ચાલ બદલશે, આ રાશિના લોકો થશે માલામાલ

આ પણ વાંચો: સાબરકાંઠાના હિંમતનગરમાં CM ભૂપેન્દ્ર પટેલે ભાજપના મહત્વના આગેવાનો સાથે બેઠક યોજી

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:17 pm, Sat, 16 March 24

Next Article