Sabarkantha: ખેડબ્રહ્માનું અંબિકા માતાજીનું મંદિર 61 દિવસ બાદ ખૂલ્યું, કોવિડ ગાઈડલાઈન મુજબ ભક્તો દર્શન કરી શકશે

|

Jun 13, 2021 | 4:32 PM

Sabarkantha: ખેડબ્રહ્મા અંબિકા માતાજીનું મંદિર છેલ્લા 61 દિવસ બાદ આજે ખૂલ્લું મુકવામાં આવ્યું છે. ભક્તો (devotees) કોવિડ ગાઈડલાઈન અનુસાર સવારે 7: 30થી સાંજના 7 કલાક સુધી દર્શન કરી શકશે.

Sabarkantha: કોરનાના કેસ (Corona case) વધતા ધાર્મિક સ્થળો (worship Place) બંધ રાખવાની ફરજ પડી હતી. ત્યારે ખેડબ્રહ્મા અંબિકા માતાજીનું મંદિર છેલ્લા 61 દિવસ બાદ આજે ખૂલ્લું મુકવામાં આવ્યું છે. ભક્તો (devotees) કોવિડ ગાઈડલાઈન અનુસાર સવારે 7: 30થી સાંજના 7 કલાક સુધી દર્શન કરી શકશે.

 

રાજ્યમાં કોરોનાના કેસ(Corona case) માં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાને કારણે લગાવવામાં આવેલા નિંયત્રણો પણ ધીમે-ધીમે હળવા કરવામાં આવી રહ્યા છે. જેમાં તમામ ધાર્મિક સ્થળો(worship Place) દર્શન માટે ખુલ્લા રાખવાની પણ મંજુરી આપવામાં આવી છે.

 

 

ખેડબહ્મા અંબિકા માતાજી મંદિરના દ્વાર 61 દિવસ બાદ આજે ખોલવામાં આવ્યા હતા, મંદિરના દરવાજા પર સેનિટાઈઝનું મશીન (Sanitizing machine)પણ લગાડવામાં આવ્યું છે. કોવિડની ગાઈડલાઈન (Covid Guideline)મુજબ ભક્તો (devotees) દર્શન કરી શકશે. માતાજીનું મંદિર 13 એપ્રિલથી બંધ હતુ, સવારે 7: 30થી સાંજના 7 કલાક સુધી ભક્તો (devotees) દર્શન કરી શકશે. સાંજની આરતીમાં યાત્રાળુઓનો પ્રવેશ બંધ રહેશે.

 

આ પણ વાંચો: Ahmedabad મેડિકલ એસોસિએશનના તબીબોની મહત્વની બેઠક યોજાઈ, કોરોનાની બીજી લહેરમાં રહેલી ખામીઓ બાબતે ચર્ચા થઇ

 

આ પણ વાંચો: કોરોના સામે જંગમાં એક મોટી પહેલ, હવે અંતરિયાળ વિસ્તારમાં ડ્રોનથી રસી પહોંચાડશે સરકાર

Next Video