Sabardairy એ પશુપાલકોને કરી દીધા ખુશ! ઐતિહાસિક ભાવફેરનુ ચુકવણુ કરવાની સામાન્ય સભામાં ઘોષણા, કિલોફેટનો પણ ભાવ વધારો

|

Jun 09, 2022 | 9:39 PM

સાબરડેરી (Sabardary) ચીઝના ઉત્પાદન માટે વિશાળ પ્લાન્ટની યોજના બનાવી રહ્યુ છે અને આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવવા માટેનુ પણ આયોજન કરવામાં આવી રહ્યુ છે.

Sabardairy એ પશુપાલકોને કરી દીધા ખુશ! ઐતિહાસિક ભાવફેરનુ ચુકવણુ કરવાની સામાન્ય સભામાં ઘોષણા, કિલોફેટનો પણ ભાવ વધારો
AGM માં મહત્વના નિર્ણય લેવાયા

Follow us on

હિંમતનગરના હાજીપુર નજીક આવેલી સાબરડેરી (Sabardairy) ની 58મી વાર્ષિક સાધારણ સભા (Sabardairy Annual General Meeting) 9 જૂને યોજવામાં આવી હતી. આ સાધારણ સભાને લઈને અરવલ્લી અને સાબરકાંઠા બંને જિલ્લાના પશુપાલકોની નજર આ તરફ હતી. કારણ કે પશુપાલકોના હિતમાં કેવા નિર્ણયો લેવાય છે અને આગામી વર્ષ પણ પશુપાલકો માટે કેવુ રહેશે તે AGM ની કાર્યવાહી પર આધાર રાખતી હોય છે. સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ ની ઉપસ્થિતીમાં સાધારણ સભા યોજાઈ હતી અને જેમાં આ વખતે ઐતિહાસિક 19 ટકા ભાવફેરનુ ચુકવણુ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ પ્રતિ કિલો ફેટે 20 રુપિયાના વધારો પણ સભામાં જાહેર કરાયો હતો. સાબરડેરી દ્વારા અમુલ (Amul) ડેરી પ્રોડક્ટનુ ઉત્પાદન કરવામાં આવે છે.

સાબરડેરીની 58 મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી. જેમાં અરવલ્લી અને સાબકાંઠા જિલ્લામા આવેલી 1800 થી વધુ દુધ ઉત્પાદક મંડળીઓના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા. સાબરડેરી અને અમુલ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલે એક વર્ષ દરમિયાન સાબરડેરીના કાર્ય અને તેની સફળતાઓનો ચિતાર દુધ મંડળીઓના ચેરમેન સમક્ષ રજૂ કર્યો હતો. સાથે જ ડેરીએ કરેલા વિકાસ અને ડેરી આવનારા વર્ષ અને સમયમાં નવા કાર્યો હાથ ધરનાર છે, તે અંગેનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ચીઝ અંગે વિશાળ પ્લાન્ટ પણ સાબરડેરી શરુ કરશે અને આ માટે દેશના વડાપ્રધાનના હસ્તે ખાતમુર્હત કરવાની આશા પણ સેવી છે.

પશુપાલકો માટે ખુશખબર

બંને જિલ્લાઓના લગભગ 3.84 લાખ જેટલા દુધ ઉત્પાદકો જેની રાહ જોઈ રહ્યા હતા એ ભાવફેરને જાહેર કરવામાં આવ્યો હતો. જે પ્રતિવર્ષ સાધારણ સભામાં જાહેર કરવામાં આવે છે. પરંતુ આ વખતે સાબરડેરીએ જબરદસ્ત ભાવફેરનુ ચુકવણુ કરવાની જાહેરાત કરી છે. 19 ટકા જેટલુ ઐતિહાસિક ભાવ ફેર ચુકવવાની જાહેરાત ચેરમેને કરી હતી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ભાવફેરની રકમ 648 કરોડ રુપિયા જેટલી થવા પામે છે. જે 3.84 લાખ પશુપાલકોને ચુકવવામાં આવશે. જે રકમ 13મી જૂને પશુપાલકોના દુધના પગારના ખાતામાં જમા કરવામાં આવશે. આમ દુધ ઉત્પાદકોને મોટો ફાયદો આ વર્ષે થશે. ડેરીના વાઈસ ચેરમેન બ્રિજેશ પટેલ અને ડિરેક્ટર વિપુલ પટેલ સહિતના અગ્રણીઓએ વધાવ્યો હતો. તેઓએ ખેડૂતો અને પશુપાલકના હિતમાં ઘોષણા હોવાનુ કહ્યુ હતુ.

પ્રતિ કિલો ફેટે વધારો કરાયો

દુધના ભાવમાં પણ પશુપાલકોને વધારો કરી આપવાની જાહેરાત કરાતા પશુપાલકોને માટે બેવડી ખુશી વર્તાઈ હતી. ભાવ ફેરની રકમ સાથે ભાવ વધારો પણ કરવામાં આવ્યો છે. એટલે કે પશુપાલકની પાસેથી સાબરડેરી જે દુધ ખરીદ કરે છે, તેમાં પ્રતિકિલો ફેટે 20 રુપિયા વધારે ચુકવશે. આમ હાલમાં જે ભાવ છે, તે 740 ના બદલે હવે આગામી 11મી જૂનથી પશુપાલકોને 760ના પ્રમાણમાં લાગુ કરવામાં આવશે. જે ભાવ વઘારો રાજ્યમાં પંચમહાલ અને સાબરડેરી બંને સૌથી વધારે ધરાવે છે.

Published On - 7:37 pm, Thu, 9 June 22

Next Article