Sabarkantha: વિજયનગર અને ઉપરવાસમાં વરસાદને પગલે હરણાવ સહીતની નદીઓમાં નવા નીર આવતા બે કાંઠે વહી-Video

|

Jun 22, 2022 | 11:10 AM

વિજયનગર અને ખેડબ્રહ્મા વિસ્તારમાંથી પસાર થતી હરણાવ નદી (Harnav River) બે કાંઠે જોવા મળતા સ્થાનિકોમાં આનંદ છવાયો, સરહદી વિસ્તારમાં વરસાદથી પાણીની આવક થઈ

Sabarkantha: વિજયનગર અને ઉપરવાસમાં વરસાદને પગલે હરણાવ સહીતની નદીઓમાં નવા નીર આવતા બે કાંઠે વહી-Video
Harnav નદી બે કાંઠે જોવા મળી

Follow us on

જૂન માસની શરુઆત થી જ વરસાદ (Rains in Sabarkantha) વરસવા લાગતા રાહત સર્જાઈ છે. ખાસ કરીને ખેતી માટે તૈયારીઓ કરતા ખેડૂતોને મોટી રાહત સર્જાઈ છે. આ દરમિયાન વિજયનગર અને પોશીનામાં સારો વરસાદ વરસ્યો છે. સાબરકાંઠા જિલ્લાને અડકીને આવેલા રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના દક્ષિણી વિસ્તારોમાં સારો વરસાદ વરસતા વિજયનગર (Vijaynagar) અને ખેડબ્રહ્મામાથી પસાર થતી નદીઓમાં નવા નીર આવ્યા હતા. જૂન મહિનામાં જ હરણાવ નદી બે કાંઠે વહેતી જોવા મળવાનો આનંદ છવાયો હતો. હાથમતી નદી (Hathmati River) માં પણ નવા પાણી જોવા મળ્યા હતા.

વિજયનગર તાલુકામાં મંગળવારે પોણા બે ઈંચ વરસાદ 24 કલાક દરમિયાન ખાબક્યો હતો. વિજયનગરના અભાપુર, ખોખરા સહિતના વિસ્તારમાં પણ સારા પ્રમાણમાં વરસાદ વરસવાને લઈને ડુંગરોમાથી નિકળતા નાળાઓમાં ખૂબ પાણી વહેવા લાગ્યા હતા. તો વળી નદીઓમાં પણ પાણી સારા પ્રમાણમાં નોંધાવા લાગ્યુ હતુ. ખાસ કરીને હરણાવ નદીનો પટ ખેડબ્રહ્મા પાસે કોરો ધાકોર જોવા મળી રહ્યો હતો. તે બુધવારની વહેલી સવારે બે કાંઠે વહેતા પાણી ભરેલો જોવા મળ્યો હતો. આ દૃષ્યો જોઈને સ્થાનિકો પણ આનંદીત થઈ ઉઠ્યા હતા. હરણાવ નદીનુ પાણી આગળ જતા સાબરમતી નદીના ધરોઈ ડેમમાં ભળે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સરદહી વિસ્તારમાં વરસાદથી રાહત

રાજસ્થાનમાં પણ સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો હોવાના સમાચાર છે. એટલેકે સાબરકાંઠાના ઉપરવાસમાં સારા પ્રમાણમાં વરસાદ વરસવાને લઈને પણ નદીઓમાં પાણીની આવક થઈ હતી. રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના દક્ષિણી વિસ્તારમાં સારો વરસાદ થવાથી સાબરકાંઠાની નદીઓમાં પાણીની આવકો જોવા મળતી હોય છે. જેનો સીધો ફાયદો જળાશયોને થતો હોય છે. ઉદયપુર અને સાબરકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વરસાદને પગલે સ્થાનિક નદીઓ જીવંત બની હતી.

હાથમતી નદીના પટમાં કુવો ખોદવાનો સાધનો પાણીમાં ગરકાવ

વિજયનગર અને ખેડબ્રહ્માથી પસાર થતી હરણાવ નદીમાં વહેલી સવારથી જ પાણી જોવા મળ્યા હતા. વિજયનગરના આંતરસુંબા અને ખેડબ્રહ્મા શહેરમાંથી પસાર થતી નદીમાં કેટલોક સમય સુધી પાણીનો ભરપૂર પ્રવાહ જોવા મળ્યો હતો. વિજયનગરની સુકલી નદીમાં પણ પાણીની આવક થઈ હતી. તેમજ હાથમતી નદીમાં પણ પાણી આવ્યા હતા. હાથમતી નદીના પટમાં પાણીની યોજના હેઠળ ખોદકામ થઈ રહેલ કુવાની સાધન સામગ્રી પણ નદીના પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.

અરવલ્લી જિલ્લાના ભિલોડા નજીક હાથમતી નદીમાં પાણીની નવી આવક થવાને લઈ ભિલોડા મામલતદારે પણ સોશિયલ મીડિયા દ્વારા સ્થાનિકોને એલર્ટ કર્યા છે. હાથમતી નદી કાંઠા વિસ્તારમાં સ્થાનિક લોકોને નહી જવા માટે અપીલ કરી છે. ચુનાખાણ વિસ્તારમાં નદીના પટમાં બે કાંઠે પાણી જોવા મળતા લોકોમાં આનંદ છવાયો છે.

Published On - 11:07 am, Wed, 22 June 22

Next Article