PM Modi ના હિંમતનગરમાં આગમનને લઈ તૈયારીઓ પૂરજોશમાં, કાર્યક્રમ સ્થળ નિરીક્ષણ બાદ સહકાર પ્રધાને સમીક્ષા બેઠક યોજી

|

Jul 25, 2022 | 9:09 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની મુલાકાતને લઈ રાજ્યના સહકાર પ્રધાન જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતીમાં અધિકારીઓ અને પદાધીકારીઓ સહિત સાબરડેરી અને અમૂલના અધિકારી અને ડીરેક્ટરો સહિતની બેઠક યોજવામાં આવી હતી.

PM Modi ના હિંમતનગરમાં આગમનને લઈ તૈયારીઓ પૂરજોશમાં, કાર્યક્રમ સ્થળ નિરીક્ષણ બાદ સહકાર પ્રધાને સમીક્ષા બેઠક યોજી
PM Modi ના કાર્યક્રમને લઈ સમીક્ષા બેઠક યોજી

Follow us on

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આગામી 28 જુલાઈએ આવનાર છે. વડાપ્રધાન મોદી (PM Modi) ના હસ્તે સાબરડેરીના 1130 કરોડ રુપિયાના ખર્ચના નવા કાર્યોનુ ખાતમૂર્હત અને લોકાર્પણ થનાર છે. આ માટે ગઢોડા નજીક વિશાળ ટેન્ટ બાંધવા સહિત તમામ તૈયારીઓ પુરા જોરશોરથી ચાલી રહી છે. એક બાદ એક રાજ્યના પ્રધાન અને અધીકારીઓની બેઠકો યોજવામાં આવી રહી અને તૈયારીઓને પૂર્ણ કરવા રાત દીવસ કાર્યનો ધમધમાટ થઈ રહ્યો છે. સોમવારે આ માટે સાબરડેરી (Sabar Dairy) ખાતે રાજ્યના સહકારી પ્રધાન જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી અને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

સાબરડેરી દ્વારા 305 કરોડ રુપિયાના ખર્ચે વિશાળ મિલ્ક પાવડર પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ 125 કરોડ રુપિયાના ખર્ચે ટેટ્રાપેક માટેનો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જે બંનેનુ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. જ્યારે 600 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર થનારા ચીઝ પ્લાન્ટનુ વડાપ્રધાનના હસ્તે ખાતમૂર્હત કરવામાં આવશે. સાબરડેરી દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ દુધની બનાવટોનુ ઉત્પાદન કરે છે. રાજ્યની મહત્વની દુધ ડેરી અને દુધની બનાવટોનુ ઉત્પાદન કરે છે.

દૂધ ઉત્પાદક મહિલાઓને સંબોધન કરશે

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં સુકન્યા યોજના અન્વયે દિકરીઓના ખાતા ખોલવામાં આવશે. તેમજ પશુપાલન દ્વારા મહત્તમ દુધ ઉત્પાદન કરનાર મહિલા દુધ ઉત્પાદકનુ સન્માન વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે. આ દરમિયાન વડાપ્રધાન સ્થાનિક પ્રગતિશીલ મહિલા ખેડૂતો અને આદીવાસી મહિલા દૂધ ઉત્પાદકો સાથે મુલાકાત કરશે. ગઢોડા પાસે તૈયાર થઈ રહેલા વિશાળ ટેન્ટમાં મોટી સંખ્યામાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના દૂધ ઉત્પાદક મહિલાઓને વડાપ્રધાન મોદી સંબોધન કરશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જિલ્લાના પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોર સાથે ગઢોડા ખાતે યોજાનાર સભાનુ સ્થળ, હેલીપેડ અને સાબર ડેરી ખાતે મુલાકાત લઇ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ પહેલા એસપીજી એ પણ વડાપ્રધાનના કાર્યક્રમને લઈ રૂટ અને સ્થળનુ નિરીક્ષણ કર્યુ હતુ. કાર્યક્રમમાં આવનાર દૂધ ઉત્પાદક મહિલાઓ અને ખેડૂતોને સરળતા રહે એ માટે તમામ બાબતનુ પણ નિરીક્ષણ કરીને સ્થાનિક અધિકારીઓને સૂચનાઓ આપી હતી. બેઠકમાં અમૂલ ફેડરેશન અને સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, સ્થાનિક  જિલ્લાના પદાધીકારીઓ અને મહેસૂલ અને પોલીસના ઉચ્ચ અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા એમ હિંમતનગર માહિતિ વિભાગે જણાવ્યુ હતુ.

Published On - 8:57 pm, Mon, 25 July 22

Next Article