PM Modi 28 જુલાઇએ ગુજરાત પ્રવાસે આવશે, સાબર ડેરીમાં એક હજાર કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે

|

Jul 27, 2022 | 11:14 AM

PM મોદી (PM Narendra Modi) 28 અને 29 જુલાઇ દરમિયાન ગાંધીનગર અને સાબરકાંઠાના કાર્યક્રમોમાં હાજરી આપશે.ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિને ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે.

PM Modi 28 જુલાઇએ ગુજરાત પ્રવાસે આવશે, સાબર ડેરીમાં એક હજાર કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે
PM Narendra Modi (File Image)

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે. આગામી 28-29 જુલાઈએ વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી ગાંધીનગર અને સાબરકાંઠાના કાર્યક્રમમાં હાજરી આપશે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 15 જુલાઈથી બે દિવસના ગુજરાત આવવાના હતા. જો કે રાજ્યવ્યાપી ભારે વરસાદના પગલે તેમનો ગુજરાત પ્રવાસ (PM Modi Gujarat visit) મોકુફ રાખવામાં આવ્યો હતો. જો કે હવે તે જ તમામ કાર્યક્રમ ફરીથી યોજાશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિને ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે.

સાબર ડેરીમાં એક હજાર કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ

PM મોદી 28 અને 29 જુલાઇ દરમિયાન ગાંધીનગર અને સાબરકાંઠાના કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જુલાઈએ ગુજરાતના પ્રવાસે પહોંચશે. વડાપ્રધાન સવારે 10 કલાકે સાબરકાંઠા સ્થિત સાબર ડેરીના પ્લાન્ટની મુલાકાત લેશે. સાબર ડેરીમાં એક હજાર કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભૂમિપૂજન થશે. પીએમ મોદી 305 કરોડના ખર્ચે બનેલા મિલ્ક પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ અદ્યતન મિલ્ક પાવડર પ્લાન્ટની દૈનિક 120 મેટ્રિક ટનની ક્ષમતા છે. જ્યારે 125 કરોડના ખર્ચે બનેલા પેકેજીંગ યુનિટ અને 600 કરોડના ખર્ચે બનનારા દૈનિક 30 મેટ્રિક ટન ક્ષમતાના ચીઝ પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે. આ પ્લાન્ટ ચેડર ચીઝ, મોઝેરેલા ચીઝ) અને પ્રોસેસ્ડ ચીઝનું ઉત્પાદન કરશે. આ ચીઝના ઉત્પાદન દરમિયાન પેદા થતી છાશને પણ 40 MTPDની ક્ષમતા ધરાવતા વ્હી ડ્રાયિંગ પ્લાન્ટમાં સૂકવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ બાદ જનસભાને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના આગેવાનો હાજર રહશે.

ગાંધીનગરમાં ગિફટ સિટીની મુલાકાત લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 જુલાઈએ ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની મુલાકાતે આવશે. PM મોદી ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જનો શુભારંભ કરાવશે. IIBX ભારતમાં સોનાના નાણાંકીયકરણને વેગ આપવાની સાથે જ સોર્સિંગ, ગુણવત્તાની ખાતરી અને કાર્યક્ષમ ભાવશોધની સુવિધા આપશે. વડાપ્રધાન મોદી IFSCAના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરશે. આ બિલ્ડીંગની આઈકોનિક સ્ટ્રક્ચર તરીકે પરિકલ્પના કરવામાં આવી છે. PM મોદીના હસ્તે NSE, IFSC-SGX કનેક્ટ લોન્ચ કરવામાં આવશે. આ કનેક્ટ હેઠળ સિંગાપોર એક્સચેન્જ લિમિટેડના સભ્યો દ્વારા મૂકવામાં આવેલા NIFTY ડેરિવેટિવ્ઝના તમામ ઓર્ડર્સ ‘NSE-IFSC ઓર્ડર મેચિંગ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ’ પર રૂટ કરવામાં આવશે. જેથી GIFT-IFSCમાં નાણાંકીય ઈકોસિસ્ટમ પર હકારાત્મક અસર જોવા મળશે. ગિફ્ટ સિટીની કલ્પના માત્ર ભારત જ નહીં વિશ્વની નાણાંકીય અને ટેકનિકલ સેવાઓ માટેના એક સંકલિત હબ તરીકે કરવામાં આવી છે.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાનનો દર મહિને ગુજરાત પ્રવાસ

મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા દર મહિને ગુજરાતનો પ્રવાસ કરશે. ગુજરાતના ખુણા ખુણામાંથી ભાજપને વોટ મળી રહે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી સતત ગુજરાતની મુલાકાત લઇને ભાજપના કાર્યકરોમાં જોશ પુરતા રહેશે. તેમજ આગળની રણનીતિ અંગેનુ માર્ગદર્શન આપતા રહેશે.

આ પહેલા વડાપ્રધાન મોદી 4 જુલાઇએ ગાંધીનગરમાં એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેમણે મહાત્મામંદિર ખાતેથી વડાપ્રધાન (PM Modi) ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’નો (Digital india week) દેશવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને અનેકવિધ નવીન ડિજિટલ પહેલને પણ દેશવાસીઓ માટે ખુલ્લી મુકી. તો આ પહેલા 10 જુનના રોજ વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા હતા. અમદાવાદ અને નવસારીમાં તેમણે કરોડોની વિકાસલક્ષી યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ હતુ.

વડાપ્રધાન મોદી તેના પહેલા 11 માર્ચે ગુજરાત મુલાકાતે આવ્યા હતા. જે દરમિયાન તેમણે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની શરુઆત કરાવી હતી. સાથે જ ખેલ મહાકુંભનો (Khel Mahakumbh)પ્રારંભ કરાવ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પછી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેઓ 18થી 20 એપ્રિલ દરમિયાન ગુજરાત પ્રવાસે હતા. ત્યારે તેમણે ગાંધીનગરમાં કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત લીધી હતી. યાત્રાના બીજા દિવસે બનાસકાંઠામાં બનાસ ડેરીના નવા સંકુલનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ જામનગરમાં WHOના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કર્યું હતું. જ્યારે સાંજે અમદાવાદમાં રોડ શો કર્યો હતો. આજે ગાંધીનગર અને દાહોદમાં કાર્યક્રમો કર્યા હતા.

Next Article