Sabarkantha: વિજયનગરના દઢવાવમાં LPG ગેસનો બાટલો ફાટ્યો, બોટલના ફુરચા ઉડી ગયા, ઘરવખરી ખાખ

|

Apr 11, 2023 | 12:43 AM

Gas Cylinder Blast: વિજયનગર તાલુકાના દઢવાવ મહુડી ગામે ઘરમાં રાંધણ ગેસનો બાટલો ફાટવાના ઘટના સામે આવી છે. રસોઈ બનાવવા દરમિયાન અચાનક જ બાટલો ફાટતા પરિવારમાં ફફડાટ વ્યાપ્યો હતો.

Sabarkantha: વિજયનગરના દઢવાવમાં LPG ગેસનો બાટલો ફાટ્યો, બોટલના ફુરચા ઉડી ગયા, ઘરવખરી ખાખ
LPG gas cylinder blast in Dadhvav

Follow us on

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના દઢવાવ મહુડી ગામે ઘરમાં રાંધણ ગેસનો બાટલો ફાટવાના ઘટના સામે આવી છે. રસોઈ બનાવવા દરમિયાન અચાનક જ બાટલો ફાટતા પરિવારમાં ફફડાટ વ્યાપ્યો હતો. ખેડૂત પરિવારના ઘરમાં પુત્રી રસોડામાં રસોઈ કરી રહી હતી એ દરમિયાન જ બાટલો સળગી ઉઠ્યો હતો. જેને લઈ સમયસૂચતા વાપરી પુત્રી રસોડાથી બહાર નિકળી જતા બચાવ થયો હતો. પરંતુ થોડીક જ વારમાં રાંધણ ગેસનો બાટલો ફાટતા ઘરમાં આગ ફેલાઈ ગઈ હતી.

ઘટના બાદ પરિવાર અને રસોઈ બનાવી રહેલી પુત્રી બાટલો ફાટવાની ઘટનાને લઈ ફફડી ઉઠ્યા હતા. આસપાસના લોકોએ દોડી આવીને પુત્રી અને પરિવારને સાત્વન આપ્યુ હતુ અને ઘરમાં આગ ફેલાઈ હોવાને લઈ આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોએ આગ પર કાબૂ મેળવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાની નહી થતા રાહત થઈ હતી.

આ પણ વાંચોઃ Nicholas Pooran, IPL 2023: નિકોલસ પૂરને તોડ્યો રેકોર્ડ, 15 બોલમાં અડધી સદી, 19 બોલની રમતમાં RCB નો ખેલ ખતમ!

રસોઈ દરમિયાન આગ ફાટી નિકળી

પહેલા તો બાટલો આગમાં લપેટાઈ ગયો હતો. બાટલાને આગથી લપેટાયેલો જોઈને રસોઈ કરી રહેલ યુવતી ઝડપથી સમય સૂચકતા વાપરીને રસોડાની બહાર ભાગી નિકળી હતી. ચીસાચીસ સાથે બહારની તરફ દોડી નિકળતા પરિવારના લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. આ દરમિયાન બાટલો ઘરમાં ફાટ્યો હતો. પરંતુ પહેલા આગને કારણે રસોઈ કરતી યુવતી બહાર આવી ગયા બાદ બાટલો ફાટતા જીવનુ જોખમ ટળી ગયુ હતુ.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

બાટલાનો બ્લાસ્ટ થવાને લઈ ખેડૂતના ઘરમાં આગ ફેલાઈ ગઈ હતી. આગને લઈ ઘરની મોટા ભાગની ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઉપરાંત ઘરમાં રાખેલ તિજોરી કબાટ પણ આગમાં ખાખ થઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. અને પાણી છાંટીને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે આગ કાબૂમાં આવે એ પહેલા જ ઘરમાં રાખેલ ઘર વખરી રાખ બની ગઈ હતી.

આ પણ વાંચોઃ Umran Malik, IPL 2023: ઉમરાન મલિકે પોતાની ગતિથી ઉડાવેલી ગિલ્લીના ટૂકડા થઈ ગયા! જુઓ Video

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 12:35 am, Tue, 11 April 23

Next Article