ઐતિહાસિક ઈડરીયા ગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ, નોંધાયા નવા વિક્રમ

|

Jan 07, 2023 | 5:29 PM

રાજ્ય સરકારના યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ દ્વારા ઈડરીયા ગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં 279 જેટલા જૂનિયર સાહસવીરોએ હિસ્સો લીધો હતો.

ઐતિહાસિક ઈડરીયા ગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ, નોંધાયા નવા વિક્રમ
Idariya Garh Ascent-Descending Competition

Follow us on

સાબરકાંઠા જિલ્લાનુ ગૌરવ અને ઐતિહાસિક વારસો એવા ઈડરીયા ગઢને પ્રવાસ તરીકે વિકસાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન રાજ્ય સરકારના યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ઈડરીયા ગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં 279 જેટલા જૂનિયર સાહસવીરોએ હિસ્સો લીધો હતો. જોકે આ સાહસ ભરી સ્પર્ધામાં વિજેતાઓને પ્રોત્સાહન આપવા માટે પત્રિકામાં મોટા નેતાઓ અને અધિકારીઓના નામ તો લખવામાં આવ્યા પરંતુ ઉપસ્થિત રહ્યા નહોતા.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં સ્પર્ધકોએ નવા રેકોર્ડ નોંધાવ્યા હતા. પરંતુ આ સાહસવીરોને બિરદાવવાનો સમય જિલ્લા વહિવટી તંત્રના અધિકારીને મળી શક્યો નહોતો. અગાઉ કાર્યક્રમમાં 2 સાંસદ સભ્યો, ચાર ધારાસભ્યો અને કલેકટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે એમ દર્શાવ્યુ હતુ.

ખેલાડીઓમાં ગજબ ઉત્સાહ

શિયાળાના સમયમાં જાન્યુઆરી માસમાં વહેલી સવારે ઈડરીયા ગઢના પગથિયાઓને રસ્તે ગઢ પર ચઢવા અને ઉતરવાની એક સ્પર્ધા યોજવામાં આવતી હોય છે. આ સ્પર્ધા ધીરે ધીરે લોકપ્રિય થઈ રહી છે. પરંતુ તેની પાછળ કેટલીકવાર પ્રોત્સાહનનો અભાવ જોવા મળી રહ્યો છે. ખેલાડીઓને પણ પોતાની સફળતા પર પીઠ થપથપાવનારનુ મૂલ્ય પુરસ્કારની રોકડ કરતા વધુ મહત્વ વધારે હોય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રાજ્યકક્ષાની તૃતિય ઐતિહાસિક ઇડરીયા ગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા 2022-23 આ વખતે યોજાઇ હતી. જેમાં રાજ્યના 108 યુવતીઓએ અને 171 યુવાનો હિસ્સો લીધો હતો. જેમાં ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના સ્પર્ધકોએ હિસ્સો લીધો હતો. 20-20 ખેલાડીઓના એક રાઉન્ડ પ્રમાણે આરોહ અને અવરોહણ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

નોંધાયા નવા રેકોર્ડ

આ વખતે સ્પર્ધકોએ રેકોર્ડ તોડી નવા રેકોર્ડ સર્જાયા હતા. ગત સિઝનની સ્પર્ધામાં ભાઈઓમાં 8.26 મીનીટનો રેકોર્ડ બ્રેક કરી બનાસકાંઠા દાંતાના ભરથરી કૌશિક ભીમાજીએ 8.23 મીનીટનો નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. જ્યારે યુવતીઓમાં 10.46 મીનીટનો જૂનો રેકોર્ડ બ્રેક કરી દીધો હતો. આ વખતે સાબર સ્ટેડીયમ હિંમતનગરની સ્પર્ધક ગોહિલ સંધ્યા રામસિંહે 9.10 મીનીટનો નવો રેકોર્ડ બનાવ્યો હતો.

આ સ્પર્ધાના અંતે 1 થી 10 ક્રમના વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. એક થી ત્રણ નંબર વિજેતા ખેલાડીઓને ટ્રોફી આપવામાં આવી હતી. આ ટ્રોફી અને પુરસ્કાર સ્થાનિક મામલતદાર અને પાલિકાની અધિકારીઓએ ઉપસ્થિત રહી આપી હતી.

 

 

Published On - 5:28 pm, Sat, 7 January 23

Next Article