સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ, ધરોઈ અને ગુહાઈ ડેમમા પાણીની આવક વધી

|

Sep 15, 2022 | 11:12 AM

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસતા આભ ફાટ્યા જેવી સ્થિતીનો સ્થાનિકોને અહેસાસ થઈ ગયો હતો. ધરોઈ ડેમના 4 ગેટ ખોલવામાં આવ્યા

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ, ધરોઈ અને ગુહાઈ ડેમમા પાણીની આવક વધી
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લી (Aravalli) જિલ્લામાં ગત રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે વરસાદ ગત મોડી રાત્રી બાદ વરસવો શરુ થયો હતો. બંને જિલ્લામાં રાત્રી દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસ્યો (Rain Fall)  હતો. ખાસ કરીને ખેડબ્રહ્રમા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા રાત્રીના 10 કલાક થી રાત્રીના 12 કલાક દરમિયાન 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. જાણે વાદળ ફાટ્યુ હોય એમ વરસાદ ધોધમાર ખાબક્યો હતો. ખેડબ્રહ્મામાં રાત્રી દરમિયાન 6 ઈંચ વરસાદ નોંધાયો છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

 

ખેડબ્રહ્મામાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદ

ખેડબ્રહ્મા ઉપરાંત સાબરકાંઠા જિલ્લામાં વિજયનગરમાં અઢી ઈંચ, ઈડરમાં બે ઈંચ જેટલો. વડાલીમાં બે ઈંચ જેટલો, પ્રાંતિજમાં દોઢ ઈંચ, હિંમતનગરમાં સવા ઈંચ, પોશીનામાં એક ઈંચ અને તલોદમાં પોણો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં પણ નવા પાણી આવ્યા હતા. હિંમતનગરની હાથમતી નદીમાં વહેલી સવારે પાણી બે કાંઠે વહ્યા હતા. જ્યારે ખેડબ્રહ્મા શહેરમાંથી પસાર થતી હરણાવ નદીમાં પણ નવા પાણી વહ્યા હતા. હરણાવ ડેમ પણ છલોછલ ભરાયેલો હોઈ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે. તેમજ ખેડબ્રહ્મા વિસ્તારમાં વધુ વરસાદને લઈ નદીમાં નવા પાણી નોંધાયા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

સાબરકાંઠા જિલ્લો-વરસાદ સ્થિતી
ક્રમ તાલુકો વરસાદ 
1 ખેડબ્રહ્મા 155 મીમી
2 વિજયનગર 65 મીમી
3 ઈડર 54 મીમી
4 વડાલી 47 મીમી
5 પ્રાંતિજ 34 મીમી
6 હિંમતનગર 31 મીમી
7 પોશીના 21 મીમી
8 તલોદ 20 મીમી

 

સાબરકાંઠા જિલ્લાના જળાશયોમાં નોંધાયેલ પાણીની આવક

(સવારે 7.00 કલાકની સ્થિતીએ)

ધરોઈ ડેમ

આવક– 32568 ક્યુસેક,
જાવક– 31878 ક્યુસેક,
હાલની સપાટી 189.28 મીટર,
સંપૂર્ણ સપાટી 189.59 મીટર,

સ્ટોરેજ-96.01 ટકા.

ગુહાઈ ડેમ

આવક– 5970 ક્યુસેક,
હાલની સપાટી 172.37 મીટર,
સંપૂર્ણ સપાટી 173.00 મીટર,
સ્ટોરેજ-88.85 ટકા.

હાથમતી જળાશય

આવક– 1430 ક્યુસેક,
જાવક– 1430 ક્યુસેક,
હાલની સપાટી 180.96 મીટર,
સંપૂર્ણ સપાટી 180.75 મીટર,

સ્ટોરેજ-100 ટકા.

હરણાવ ડેમ

આવક– 150 ક્યુસેક,
જાવક– 150 ક્યુસેક,
હાલની સપાટી 332.00 મીટર,
સંપૂર્ણ સપાટી 332.00 મીટર,

સ્ટોરેજ-100 ટકા.

અરવલ્લીમાં પણ ધોધમાર વરસાદ

મોડાસા શહેરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સારો વરસાદ નોંધાયો હતો. જિલ્લાના મુખ્ય મથકમાં છેલ્લા 24 કલાક દરમિયાન સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ભીલોડામાં પણ અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. બાયડમાં પણ ગત ચોવીસ કલાક દરમિયાન અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. મેઘરજ અને માલપુરમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. ધનસુરામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.

અરવલ્લી જિલ્લાની નદીઓમાં પણ નવા પાણીની આવક થઈ હતી. જેને લઈ જળાશયોમાં પણ નવા પાણીની આવક નોંધાઈ હતી. માઝમ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને અઢી હજાર ક્યૂસેકથી વધુ પાણી માઝમ નદીમાં છોડવામાં આવ્યુ હતુ. પહેલાથી જ નદી વિસ્તારના તાલુકાઓને સતર્ક કરાયા હતા અને ફરીથી સાવચેતી રાખવા માટે સિંચાઈ વિભાગ દ્વારા નદી પસાર થતા વિસ્તારના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓને જાણકારી આપવામાં આવી છે. વાત્રક ડેમ પણ હવે તેની સંપૂર્ણ સપાટી નજીક પહોંચવાની સ્થિતીને લઈ સાવચેતી માટેનો તબક્કો શરુ થયો છે.

 

અરવલ્લી જિલ્લો-વરસાદ સ્થિતી
ક્રમ તાલુકો વરસાદ 
1 મોડાસા 82 મીમી
2 ભીલોડા 63 મીમી
3 બાયડ 61 મીમી
4 મેઘરજ 34 મીમી
5 માલપુર 33 મીમી
6 ધનસુરા 16 મીમી

 

અરવલ્લી જિલ્લાના જળાશયોમાં નોંધાયેલ પાણીની આવક

(સવારે 7.00 કલાકની સ્થિતીએ)

માઝમ ડેમ

આવક-2600 ક્યુસેક,
જાવક 2600 ક્યુસેક,
ગેટ-4 ખોલાયા,
હાલની સપાટી 135.45 મીટર,
સંપૂર્ણ સપાટી 136.25 મીટર,

સ્ટોરેજ-95.91 ટકા.

વાત્રક ડેમ

આવક– 4760 ક્યુસેક,
હાલની સપાટી 135.45 મીટર,
સંપૂર્ણ સપાટી 136.25 મીટર,
સ્ટોરેજ-87.37 ટકા.

મેશ્વો ડેમ

આવક– 375 ક્યુસેક,
જાવક– 375 ક્યુસેક,
હાલની સપાટી 214.59 મીટર,
સંપૂર્ણ સપાટી 214.80 મીટર,

સ્ટોરેજ-100 ટકા.

 

Published On - 7:58 am, Thu, 15 September 22

Next Article