સાબરકાંઠાઃ મગફળીના ખરીદ કેન્દ્રો પર કાગડા ઉડવા જેવી સ્થિતી, 2 દિવસમાં પુરા 50 ખેડૂતો પણ મગફળી વેચવા ના આવ્યા

|

Oct 28, 2020 | 5:28 PM

સાબરકાંઠા જિલ્લામાં ટેકાના ભાવની મગફળીના ભાવે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવા છતાં પણ હવે ખુલ્લા બજારમાં ભાવો ઉંચા મળવાને લઈને ટેકાની ખરીદીમાં કાગડાં ઉડવા લાગ્યા છે. જે પ્રમાણે ખેડૂતોને નોંધણી પ્રમાણે ખરીદ કેન્દ્રો પર બોલાવવા માટે મેસેજ કરવામાં આવે છે, જેની સામે ખેડૂતો જ નહી આવતા હોવાને લઈને ખરીદ કેન્દ્રો સુમસામ બન્યા છે. જ્યા પહેલા ભીડ ઉમટતી […]

સાબરકાંઠાઃ મગફળીના ખરીદ કેન્દ્રો પર કાગડા ઉડવા જેવી સ્થિતી, 2 દિવસમાં પુરા 50 ખેડૂતો પણ મગફળી વેચવા ના આવ્યા

Follow us on

સાબરકાંઠા જિલ્લામાં ટેકાના ભાવની મગફળીના ભાવે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવા છતાં પણ હવે ખુલ્લા બજારમાં ભાવો ઉંચા મળવાને લઈને ટેકાની ખરીદીમાં કાગડાં ઉડવા લાગ્યા છે. જે પ્રમાણે ખેડૂતોને નોંધણી પ્રમાણે ખરીદ કેન્દ્રો પર બોલાવવા માટે મેસેજ કરવામાં આવે છે, જેની સામે ખેડૂતો જ નહી આવતા હોવાને લઈને ખરીદ કેન્દ્રો સુમસામ બન્યા છે. જ્યા પહેલા ભીડ ઉમટતી હતી. 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સાબરકાંઠા જીલ્લામાં મગફળીને ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 9 જેટલા ખરીદ કેન્દ્રો શરુ કરવામાં આવ્યા છે. ગત સોમવારથી ટેકાના ભાવે ખરીદી શરુ કરી હતી. આ માટે જિલ્લા તંત્ર દ્વારા પણ ખરીદ કેન્દ્રોની સુવિધાઓ માટે પણ કાર્યવાહી હાથ ધરવા માટે મોટા પાયે અભિયાન હાથ ધર્યા હતા. પરંતુ ટેકાના ભાવે ખરીદી શરુ કર્યા બાદ ખેડૂતોનો ધસારો જ જાણે નહિવત બની ગયો છે.
ટેકાના ભાવે તંત્રએ નવ જેટલા ખરીદ કેન્દ્રો 7 તાલુકા મથકે શરુ કર્યા છે અને જ્યા મોટાપાયે ખરીદી થવાની શકયતાને લઈ યોગ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. પરંતુ જેટલા મોટાપાયે ઉપાડો લઈને આયોજન કરવામાં આવ્યા હતા. તેની સામે ખરીદ કેન્દ્રો પર છેલ્લા ત્રણ દિવસથી કાગડા ઉડવા જેવી સ્થિતી છે તો ખેડૂતોએ પણ ટેકાના ભાવ અને મગફળી ખરીદી મર્યાદામાં પણ ફેરફારની પણ માંગ ખેડૂતો કરી રહ્યા છે. ખેડુત પુરુષોત્તમ પટેલએ જણાવ્યું કે મેં મગફળીની ચારેક હેક્ટરમાં વાવણી કરી હતી, અહીં ટેકાના ભાવે વેચવા માટે આવેલા છીએ, અહી કરતા બજારમાં પૈસા હાલ જલદી મળતા હોય ખેડૂતો અહીં આવતા નથી, અમે 4-5 ખેડૂતો જ અહી મગફળી વેચવા માટે આવ્યા છીએ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

જિલ્લાના 7 તાલુકાઓમાંથી 24,802 ખેડૂતોએ રજીસ્ટ્રેશન ટેકાના ભાવે મગફળીને વેચાણ કરવા માટે કરાવ્યુ હતુ. જેમાં સૌથી વધુ ઈડર તાલુકાના 10,791 ખેડૂતોએ નોંધણી કરાવી હતી. આ ઉપરાંત હિંમતનગર તાલુકાના 4,422 ખેડૂતોએ નોંધણી કરાવી હતી. જ્યારે ખેડબ્રહ્મામાં 3329, પ્રાંતિજમાં 1057, તલોદ 2341, વડાલી 2677 અને વિજયનગર તાલુકામાં 185 ખેડૂતોએ મગફળી માટે નોંધણી કરાવી હતી. ગત સોમવારે ટેકાના ભાવે ખરીદી શરુ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે જીલ્લામાં નવ ખરીદ કેન્દ્રો પર 27 ખેડૂતો અને બીજા દીવસે 17 ખેડૂતો ટેકાના ભાવે વેચાણ કરવા માટે પહોંચ્યા હતા. આમ જિલ્લામાં બે દિવસમાં પુરા 50 ખેડૂતો પણ મગફળી વેચવા આવ્યા નહોતા.
ખરીદ કેન્દ્રો તરફથી રોજના 50 ખેડૂતોને મેસેજ કરવામાં આવે છે. તેમ છતાં પણ ખેડૂતોએ નિરસતા દાખવી છે. આ માટે માર્કેટયાર્ડ દ્વારા ખુલ્લી હરાજીમાં ટેકાના ભાવ કરતા પણ વધુ મળતા હોવાને લઈને ખેડૂતો પણ રોકડ સાથે ઝડપથી મગફળી વેચાણ થતી હોવાને લઈને નિરસતા દાખવી હોવાનું હાલ તો લાગી રહ્યુ છે. સાબરકાંઠાના ડીએસએમ પિનાકીન જાદવે વાત કરતા જણાવ્યુ હતુ કે, અમે દરરોજ નિયમિત ખેડૂતોને 50 જેટલા મેસેજ કરીએ છીએ, આ માટે 24,802 ખેડૂતોએ નોંધણી કરાવી હતી. જેમાંથી અત્યારે પ્રથમ દિવસે 27 અને બાદમાં બીજા દીવસે 17 ખેડૂતો મગફળી વેચવા માટે આવ્યા હતા.

 રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:12 pm, Wed, 28 October 20

Next Article