સાબરકાંઠાઃ ગ્રામ્ય સ્તરે પણ કોરોના પ્રસરવા લાગતા ગામડાઓ પણ લોકડાઉન પાળવા લાગ્યા, હાથરોલ ગામમાં એક સપ્તાહ માટે લોકડાઉન

|

Sep 27, 2020 | 7:34 PM

સાબરકાંઠા જિલ્લામાં એક બાદ એક તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોએ હવે કોરોના સામે લોકડાઉનનો ઉપાય અજમાવ્યો છે. જિલ્લામાં વધતા જતા કોરોનાને લઈને આખરે હવે ગ્રામ્ય વિસ્તારો પણ લોકડાઉનને અનુસરવાની પ્રથા શરુ કરી છે. હિંમતનગર તાલુકાનું હાથરોલ ગામ પણ હવે લોકડાઉનનો અમલ કરાવી રહ્યુ છે. સાબરકાંઠા જિલ્લામાં એક બાદ એક ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ દેખા દીધી છે. […]

સાબરકાંઠાઃ ગ્રામ્ય સ્તરે પણ કોરોના પ્રસરવા લાગતા ગામડાઓ પણ લોકડાઉન પાળવા લાગ્યા, હાથરોલ ગામમાં એક સપ્તાહ માટે લોકડાઉન

Follow us on

સાબરકાંઠા જિલ્લામાં એક બાદ એક તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોએ હવે કોરોના સામે લોકડાઉનનો ઉપાય અજમાવ્યો છે. જિલ્લામાં વધતા જતા કોરોનાને લઈને આખરે હવે ગ્રામ્ય વિસ્તારો પણ લોકડાઉનને અનુસરવાની પ્રથા શરુ કરી છે. હિંમતનગર તાલુકાનું હાથરોલ ગામ પણ હવે લોકડાઉનનો અમલ કરાવી રહ્યુ છે. સાબરકાંઠા જિલ્લામાં એક બાદ એક ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ દેખા દીધી છે. જિલ્લામાં પહેલા ખેડબ્રહ્મામાં, બાદમાં વડાલી અને પોશીના જેવા તાલુકા મથકો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાની અસર વર્તાતા લોકડાઉન અપાયુ છે. તખતગઢ, પુંસરી જેવા ગામો બાદ હાથરોલ ગામે પણ લોકડાઉનની અમલવારી ગામમાં લાગૂ કરી છે. ગામમાં એક બાદ એક કોરોનાના કેસ સામે આવવા લાગ્યા હતા. ગામમાં 16 જેટલા કોરોના કેસ સામે આવ્યા હતા. જ્યારે ગામમાં આવેલી એક ખાનગી ફેકટરીમાં પણ 21 જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટીવ હોવાનું જણાયુ હતુ.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેને લઈને ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતુ. ગામના લોકો પણ લોકડાઉનને અનુસરીને ઘરમાં જ રહેવા લાગ્યા છે અને ઘરે જ પોતાનો સમય વિતાવી રહ્યા છે. ગ્રામજનો કિરીટ પટેલ અને સંજય પટેલ કહે છે, અમે લોકો લોકડાઉનને અનુસરીએ છીએ અને હાલમાં જે પ્રમાણે ગામમાં કોરોનાના કેસ સામે આવ્યા હતા એને લઈને આ જરુરી હતુ, અમે ઘરે જ રહીએ છીએ અને બાળકોને ઘરે બેસી અભ્યાસ કરવો અને વાંચન કરવા જેવી પ્રવૃત્તિ કરીને સમય પસાર કરીએ છીએ. હિંમતનગર તાલુકાનું હાથરોલ ગામ વિસ્તારમાં મોટા ગ્રામ્ય વિસ્તાર તરીકે જેની ગણના થાય છે. વિસ્તારમાં આગળ પડતા હાથરોલ ગામે આમ પણ અનેક બાબતોમાં આગળ આવવાનો પ્રયાસ કરીને સમાજને દિશા ચિંધી છે. ત્યારે ગામના લોકોએ પણ કોરોનાકાળમાં કોરોનાને અંકુશમાં લેવા માટે આખરે લોકડાઉનને જ વિકલ્પ તરીકે સ્વીકાર્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ગામના લોકોએ સર્વસહમતીથી ગામને લોકડાઉન કરવા માટે નિર્ણય કર્યો હતો અને જેને લઈને પંચાયતે આગામી એક સપ્તાહ માટે લોકડાઉન જાહેર કર્યુ હતુ. ગામમાં પ્રથમ બે દિવસમાં એક પણ વધુ કેસ પોઝિટીવ નહીં આવતા ગામના લોકોને પણ રાહત સર્જાઈ છે. ગામના સરપંચ અમિત પટેલ કહે છે કે અમે ગામમાં સર્વસંમતિથી લોકડાઉન કરેલ છે. જે રીતે ગામમાં કોરોના કેસ સામે આવવા લાગ્યા હતા, તેને લઈને તેના માટે અસરકારક પગલા ભરવા માટે વિચારતા લોકડાઉનને અમલ કરેલ છે. હાલમાં પ્રથમ બે દિવસમાં એકપણ કેસ નવો સામે આવ્યો નથી. જિલ્લામાં હવે વકરતા જતા કોરોનાને લઈને સ્થિતી ગંભીર બની રહી છે. જિલ્લાના આઠમાંથી ચાર તાલુકા મથકોએ કોરોનાને લઈને લોકડાઉનને અપનાવ્યું છે તો અનેક ગામડાઓ પણ હવે લોકડાઉનને અનુસરવા લાગ્યા છે. આમ હવે જિલ્લામાં એક હજાર કોરોના પોઝિટીવની સંખ્યા થવા જઈ રહી છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article