Sabarkantha: શેરી શિક્ષણ સાથે શાળાનો સામાન્ય માહોલ ઉભો કરવાનો પ્રયાસ શરુ કરાયો, બનાવ્યો ખાસ પ્લાન

|

Feb 10, 2021 | 8:45 AM

સાબરકાંઠા (Sabarkantha) જીલ્લામાં હવે શિક્ષણ કાર્યને વેગેલુ બનાવવાની શરુઆત કરી છે. જિલ્લામાં રાજ્યની માફક જ તમામ શિક્ષકોને શાળામાં પૂર્ણ દિવસ માટે હાજર રહેવાની શરુઆત કરી છે.

Sabarkantha: શેરી શિક્ષણ સાથે શાળાનો સામાન્ય માહોલ ઉભો કરવાનો પ્રયાસ શરુ કરાયો, બનાવ્યો ખાસ પ્લાન
જિલ્લા અને તાલુકા કક્ષાએથી શિક્ષણ કાર્ય અંગે મોનિટરીંગ કરવામાં આવશે.

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) જીલ્લામાં હવે શિક્ષણ કાર્યને આજથી વેગેલુ બનાવવાની શરુઆત કરી છે. જિલ્લામાં રાજ્યની માફક જ તમામ શિક્ષકોને શાળામાં પૂર્ણ દિવસ માટે હાજર રહેવાની શરુઆત કરી છે. મંગળવારથી પ્રાથમિક શાળા (Primary School) ઓમાં તમામ શૈક્ષણિક સ્ટાફને હાજર રાખવાની શરુઆત કરવામા આવી છે. કોરોનાને લઇ (Corona) 11 માસ બાદ હવે શાળાઓમાં પુર્ણ રીતે સ્ટાફ હાજર રહેવાની શરુઆત કરવામાં આવી છે. શાળામાં શિક્ષકોએ હાજર રહીને બાળકોને શાળાએ આવતા પહેલાની તમામ પુર્વ તૈયારીઓ રુપ કામગીરી શરુ કરી છે. ખાસ કરીને શાળાનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ શરુ કરવામાં આવ્યો છે.

આ દરમ્યાન હવે ગ્રામિણ વિસ્તારોમાં શેરી શિક્ષણની શરુઆત કરવામાં આવી છે. આમ શિક્ષકો શાળામાં ફરજ બજાવવાની શરુઆત કરવા સાથે, વિદ્યાર્થીઓને પણ શાળામાં શિક્ષણકાર્ય શરુ થવાની સંભાવનાઓને ધ્યાને રાખીને પૂર્વ તૈયારી રુપ ફરજ બજાવશે.

સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી (DPEO) હર્ષદ ચૌધરીએ કહ્યુ હતુંં કે, શિક્ષકોએ આજથી શાળામાં પુર્ણ સંખ્યામાં હાજરી આપવાની શરુઆત કરી છે. બાળકોને શેરી શિક્ષણ આપવા ઉપરાંત બાળકો શાળાથી દુર હોઇ મનોવૈજ્ઞાનિક રીતે તેમને શાળા કાર્યને લઇને તૈયારીઓ શરુ કરવામાં આવી રહી છે. મોનિટરીંગ સાથે શિક્ષણકાર્યને ટ્રેક પર લાવવા માટે પ્રયાસ શરુ કર્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ માટે જિલ્લા અને તાલુકા કક્ષાએથી શિક્ષણ કાર્ય અંગે મોનિટરીંગ કરવામાં આવશે. શિક્ષકોએ શાળામા ફરજ બજાવવા પુર્ણ સમય હાજર રહેવા ઉપરાંત શેરી શિક્ષણ પણ દિવસ દરમ્યાન કરવાનુ રહેશે. આ માટે શેરીએ શેરીએ શિક્ષકોના સમુહ પહોંચશે અને બાળકોને શિક્ષણ આપવાની શરુઆત કરવામાં આવી છે. બાળકોએ શાળામાં હાજરી આપવા માટે કેવી પુર્વ તૈયારી અને સભાનતા કેળવવી તે, અંગેની કેળવણી પણ હાલમાં શિક્ષકો પુરી પાડશે. આમ હવે આગામી માસથી શાળાઓંમાં વિદ્યાર્થીઓની હાજરી શરુ થાય, એ સંભાવનાઓને ધ્યાને રાખીને હાલમાં શિક્ષકો ફરજ બજાવશે.

પ્રાંતિજના પોગલુ (Poglu) પ્રાથમિક શાળાના આચાર્ય જીનલબેન પટેલે કહ્યુ હતુંં કે, શાળામાં બાળકો આવનારા દિવસોમાં આવશે. તેને ધ્યાને રાખીને હાલમાં અમે કામગીરી શરુ કરી છે. શેરી શિક્ષણ સહિતની કામાગરી પણ શરુ કરી છે, સાથે કોરોનાને દુર રાખવા માટેની પણ કેળવણી અને સભાનતા પણ આપી હતી.

Next Article