Rajkot ની સરકારી કચેરીઓ પાસેથી RMCનું 100 કરોડનું લેણું, જાણો કઇ કચેરીનો કેટલો ટેક્સ બાકી

|

Aug 05, 2021 | 7:48 PM

રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે વિવિધ સરકારી કચેરીઓ અને મોબાઇલ કંપનીઓના 100 કરોડ રૂપિયાનો વેરો હજુ બાકી છે જે ભરપાઇ કરવામાં આવ્યો નથી અને તંત્ર પણ આવી કચેરીઓ સામે વેરાની વસૂલાતમાં ઢીલ રાખતી હોય તેમ લાગે છે.

Rajkot ની સરકારી કચેરીઓ પાસેથી RMCનું 100 કરોડનું લેણું, જાણો કઇ કચેરીનો કેટલો ટેક્સ બાકી
RMC owes Rs 100 crore from government offices find out which office owes how much tax

Follow us on

શહેરના વિકાસનો આધારે લોકો દ્રારા ચૂકવવામાં આવતા ટેક્સને આભારી હોય છે અને એટલા માટે જ વધારેમાં વધારે ટેક્સની રકમ મનપાની તિજોરીમાં આવે તે હેતુથી મહાનગરપાલિકા વેરાની વસુલાત કરતું હોય છે.રાજકોટ(Rajkot)મહાનગરપાલિકા દ્રારા પણ હાલમાં મિલકત વેરા(Property Tax)ની વસૂલાત કરવામાં આવી રહી છે. જો કે રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે વિવિધ સરકારી કચેરીઓ અને મોબાઇલ કંપનીઓના 100 કરોડ રૂપિયાનો વેરો હજુ બાકી છે જે ભરપાઇ કરવામાં આવ્યો નથી અને તંત્ર પણ આવી કચેરીઓ સામે વેરાની વસૂલાતમાં ઢીલ રાખતી હોય તેમ લાગે છે.

જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્રારા 4 લાખ જેટલા કરદાતાઓને વેરાની વસૂલાત માટે વેરા બિલની બજવણી કરી છે અને નિયત સમયમાં વેરો ભરપાઇ કરવાની સૂચના આપી છે.પરંતુ સામાન્ય માણસ માટે સૂરા બનતું આ તંત્ર સરકારી કચેરીઓ અને મોબાઇલ કંપનીઓ સામે પાંગળું બની જાય છે.જો સરકારી કચેરીના બાકી વેરા પર નજર કરીએ તો..

  • રાજકોટ પોલીસ ભવન-6.10 કરોડ
  • ઇન્કમટેક્સ ઓફિસ-23 કરોડ
  • રેલવે 15 કરોડ
  • જીએસટી ઓફિસ 32 કરોડ
  • પીડબલ્યુડી ઓફિસ 8.76 કરોડ
  • બીએસએનએલ 1.86 કરોડ
  • જ્યારે વિવિઘ ટેલિકોમ કંપનીઓ પાસેથી મોબાઇલ ટાવરના મિલકત વેરાના 35 કરોડ રૂપિયાની વેરા વસુલાત બાકી છે..

સામાન્ય માણસ પાસે કડક વસૂલાત તો આમની સામે કાર્યવાહી કેમ નહિ-વિપક્ષ

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ અંગે વિરોધ પક્ષ દ્રારા તંત્ર સામે સવાલો ઉભા કર્યા છે.વિરોધ પક્ષના પૂર્વ નેતા વશરામ સાગઠિયાએ કહ્યું હતુ કે રાજ્યમાં અને કેન્દ્ગમાં બંન્નેમાં ભાજપની સરકાર છે છતા મનપાની તિજોરીમાં સરકારી કચેરીઓના વેરા પેટેના રૂપિયા ભરપાય કરવામાં આવતા નથી.સામાન્ય માણસ જો વેરો ન ભરપાય કરે તો તેની મિલક્ત સીલ કરવા સુધીના આકરાં પગલા લેવામાં આવી રહ્યા છે તો આવી કચેરીઓ સામે કાર્યવાહી કેમ નહિ

રેલવે 15 કરોડની ભરપાઇ કરે છે,બીજા પત્રવ્યવહાર ચાલુ-મેયર

બીજી તરફ મેયર પ્રદિપ ડવે કહ્યું હતુ કે વિવિધ સરકારી કચેરીઓ સાથે વેરાની વસુલાતને લઇને પત્રવ્યવહાર ચાલી રહ્યો છે,જે પૈકી રેલવેએ 15 કરોડ રૂપિયા ભરપાય કરવાની તૈયારી દર્શાવી છે અને તેના એમઓયુ પણ થઇ ગયેલ છે જ્યારે બીજી સરકારી કચેરીઓ પાસેથી વેરાની વસૂલાત કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને સાથે રાખીને બેઠક કરવામાં આવશે અને જલદીથી વેરાની વસૂલાત થાય તેવા પ્રયત્નો હાથ ધરાશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આ વર્ષે વેરાની વસૂલાતને લઇને 340 કરોડનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે જેમાંથી અત્યાર સુધીમાં 123 કરોડના વેરાની વસૂલાત થઇ છે જ્યારે ટાર્ગેટ પૂરા કરવા માટે 217 કરોડનું હજુ છેટું છે.હવે મનપા જો રજાના દિવસો બાદ કરતા દરરોજ એક કરોડની વેરા વસૂલાત કરે તો જ આ ટાર્ગેટ પુરો થઇ શકે છે ત્યારે સરકારી મિલકતોનો જંગી બાકી વેરાને લઇને તંત્રએ કમ્મર કસવી જરૂરી છે.

આ પણ વાંચો : અંધશ્રદ્ધાના કારણે નિર્દોષનું મોત! પોતાની મુશ્કેલીઓ દૂર કરવા માટે શખ્સે બાળકને જંગલમાં લઈ જઈ ચડાવી બલી

આ પણ વાંચો :  Junagadh: કોંગ્રેસના નેતાનો ઘરેલુ મામલો જાહેરમાં આવ્યો, રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો

Published On - 7:40 pm, Thu, 5 August 21

Next Article