ગુજરાતમાં(Gujarat) 6 માર્ચના રોજ યોજાયેલી પીએસઆઈની પ્રિલીમનરી પરીક્ષાનું(PSI Examination) પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ તેની સાથે કટ ઓફ માર્કની(Cut Off Mark) યાદી પણ જાહેર કરવામાં આવી છે.જેમાં મુખ્ય પરીક્ષા માટે કુલ 4311 ઉમેદવાર પાસ થયા છે.કુલ 1382 બેઠક માટે 96000 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. તેમજ મે મહિનાના અંતમાં અથવા જૂનના પ્રથમ સપ્તાહમાં મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા પોલીસ વિભાગમાં ભરતીની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પીએસઆઇની લેખિત પરીક્ષા 6 માર્ચના રોજ ગાંધીનગર અને અમદાવાદ ખાતે યોજવામાં આવી હતી. જેમાં પીએસઆઈની શારીરીક કસોટીમાં 96 હજારથી વધુ ઉમેદવારો શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયા હતા.
PSI ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે બુધવારે માહિતી આપી હતી કે જેમાં PSIની 1382 જગ્યાઓ માટે 96269 ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવ્યા હતા. તેમાંથી 88 હજાર 880 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાંથી 4311 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે લાયક જાહેર થયા છે. તેમાંથી 2939 પુરૂષો છે, જ્યારે 1313 મહિલાઓ છે. 59 ભૂતપૂર્વ સૈનિક (ભૂતપૂર્વ સૈનિક)ને પણ લાયક જાહેર કરવામાં આવ્યા છે. નિયમો મુજબ ખાલી જગ્યાઓની સંખ્યા કરતાં ત્રણ ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક જાહેર કરવામાં આવે છે.
The results and cut off marks of PSI Preliminary Examination has been uploaded on the PSI Bharti Board website.
— Vikas Sahay, IPS (@VikasSahayIPS) April 27, 2022
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 5:10 pm, Wed, 27 April 22