ગુજરાત વિધાનસભામાં અયોધ્યા મંદિર મુદ્દે અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. રામ મંદિર પર નિયમ 120 અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ સંકલ્પનો વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભામાં અયોધ્યાના રામ મંદિર મુદ્દે અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. રામ મંદિર પર નિયમ 120 અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ સંકલ્પનો વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો છે. સોમનાથની અયોધ્યા યાત્રા જ્યારે થઈ ત્યારે વડાપ્રધાન સારથી બન્યા હતા.
રામ મંદિરના નિર્માણ અંગે વિધાનસભા ગૃહમાં પ્રસ્તાવ રજૂ થતા કોંગ્રેસ,આમ આદમી પાર્ટી અને અપક્ષે પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. સર્વાનુમતે વિધાનસભા ગૃહમાં સંકલ્પનો સ્વીકાર થયો. આ સાથે જ વિપક્ષના ધારાસભ્યોએ પણ વિધાનસભા ગૃહમાં રામ નામના નારા લગાવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહમાં જણાવ્યુ કે, રામ મંદિર માટે આંદોલન જો કોઈ રાજકીય પાર્ટીએ કર્યું તો એ ભાજપ છે. તેમણે જણાવ્યુ કે 1990 માં પ્રથમ વાર કાર સેવા થઈ હતી. ગુંબજ પર ભગવો ફરકાવ્યો હતો. 1992 માં બાબરી ધવન્સ થયો હતો.ત્યારથી એક તંબુમાં રામ લલ્લા બિરાજ્યા હતા.
આ પણ વાંચો-ભરૂચ : પશુપતિનાથ મહાદેવ મંદિરમાં 5 કિલો ચાંદીના દાગીનાની ચોરી, તસ્કર સીસીટીવીમાં કેદ થયા, જુઓ વીડિયો
મુખ્યમંત્રીએ જણાવ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના નિર્માણ માટે કઠોળ પરિશ્રમ અને તપ કર્યું હતું. વડાપ્રધાને રામ રાજ્યની કલ્પનાને ધરાતલ પર ઉતારી છે.મુખ્યમંત્રીએ રામ મંદિર નિર્માણ માટે પ્રયત્ન કરનારા તમામને ગૃહમાં યાદ કર્યા. તેમણે જણાવ્યુ કે, મોદી ગેરેન્ટી એ રામ રાજ્યની નિશાની છે. વિકસિત ભારત, સહકારથી સમૃદ્ધિ, નલ સે જલ, જેવી અનેક ગેરેન્ટી વડાપ્રધાને દેશને આપી છે.સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ મંત્ર ચરિતાર્થ થયો છે.
Published On - 2:45 pm, Mon, 5 February 24