Breaking News : આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે આગામી 3 કલાક ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આગામી 3 કલાક સુધી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

Breaking News : આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Monsoon 2025
| Updated on: Jun 26, 2025 | 9:36 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે આગામી 3 કલાક ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આગામી 3 કલાક સુધી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના છ જિલ્લામાં આગામી 2 કલાક રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાય તેવી આગાહી કરવામાં આવી હતી.

 

રથયાત્રા પર વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કે નર્મદા અને તાપીમાં ભારે વરસાદની તો ભરૂચ, સુરત, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આગામી 3 દિવસ અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે. અમદાવાદમાં રથયાત્રાના દિવસે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે જ અહીં 30-40 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

રાજ્યમાં આજે પણ વરસાદી રમઝટ ચાલુ છે. દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. સુરત, તાપી, વલસાડ, નવસારીમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સુરતના બારડોલીમાં 2 કલાકમાં 3.27 ઈંચ વરસાદ ખાબકતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તો સુરતના મહુવામાં 2.83 ઈંચ અને કામરેજમાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે 2 કલાકમાં 8 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:20 am, Thu, 26 June 25