Ram Navami: રામ નવમીએ ‘લંકેશ’ નો ખાલીપો વર્તાયો, રાવણ નુ પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી આ દીવસે રામની પૂજા કરી માફી માંગતા

|

Apr 10, 2022 | 1:58 PM

Ram Navami: ઈડરમાં આવેલા તેમના નિવાસ્થાન અન્નપૂર્ણામાં લંકેશ (Lankesh) તેમના પરિવાર અને મિત્રો સાથે મળીને રામની સુંદર પ્રતિમા સમક્ષ પૂજા અર્ચના કરતા હતા. આ વખતે તેમનો ખાલીપો વર્તાયો છે.

Ram Navami: રામ નવમીએ લંકેશ નો ખાલીપો વર્તાયો, રાવણ નુ પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી આ દીવસે રામની પૂજા કરી માફી માંગતા
રામ નવમીની આ પરંપરા ખાસ કારણથી લંકેશે શરુ કરી હતી

Follow us on

રામ નવમી (Ram Navami) એ ઈડરમાં મુંબઈ, અમદાવાદ અને વડોદરા સહિત અનેક સ્થળોએ થી રામના ભક્તો લંકેશના ઘરે એકઠા થવાની પરંપરા છે. લંકેશના ઘરે આ શબ્દ અને વાક્ય જોઈને તમને જરુર નવાઈ લાગી હશે, પરંતુ વાત જાણે એમ છે કે લંકેશ એટલે કે અરવિંદ ત્રિવેદીના ધરે ભક્તો એકઠા થાય છે. જોકે આ વખતે તેમના મિત્રો અને ભક્તોમાં એક નિરાશા છે કે, અરવિંદ ત્રિવેદી તેમની વચ્ચે નથી. લંકેશ (Lankesh) થી જાણિતા અરવિંદ ત્રિવેદી (Arvind Trivedi) નુ અવસાન થયા બાદ પ્રથમ વાર રામનવમીની ઉજવણી તેમના નિવાસસ્થાને ઉજવાઈ રહી છે. અહી રામને પણ જાણે લંકેશનો ખાલીપો વર્તાઈ રહ્યો હોય એવી સ્થિતી છે. લંકેશે આ પરંપરા પોતાના ઘરે શરુ કરવા પાછળ ખાસ કારણ હતુ અને તે હતી રામની માફી. જે તેમણે અંતિમ શ્વાસ સુધી રામના નામને જપીને માંગી હતી.

લંકેશ થી ઓળખાતા અરવિંદ ત્રિવેદી પ્રતિ વર્ષ રામનવમીએ ઇડર તેમના વતનમા આવેલા નિવાસ સ્થાને આવતા અને જ્યાં પોતાના ઘરે જ રાખેલી રામની સુંદર પ્રતિમાની પૂજા અર્ચના કરતા હતા. વહેલી સવાર થી જ તેમનો પરિવાર અને તેમના મિત્રો સહિત રામ ભક્તો તેમના ઘરે પૂજામાં સામેલ થતા હતા. આ વખતે તેમની હયાતી નહી હોવાને લઈ લંકેશની યાદો સાથે રામની પૂજા કરવામાં આવી રહી છે. રામ જન્મોત્સવની આ વખતે પૂજા અર્ચના તેમની પુત્રી એકતાબેન ત્રિવેદી અને કવિતા બેન તેમજ તેમના પૌત્રી તેમજ તેમનો પરિવાર કરી રહ્યો છે.

રામ જન્મોત્સવ વખતે લંકેશનો ચહેરો નિહાળવો એ પણ એક અદ્ભૂત દૃશ્ય સર્જતુ હતુ. કારણ કે લંકેશના ચહેરા પર રામની પૂજા કર્યાનો અનેરો આનંદ છવાયેલો રહેતો હતો. ઢળતી ઉંમર હોવા છતાં તેઓ શંખનાદ જાતે કરતા અને શ્લોકોનુ પઠન કરીને લોકોને આશ્વર્યમાં મુકી દેતા હતા. તેમનામાં રામની પૂજા માટે ખૂબ ભાવ રહેતો અને તેઓએ માટે ખુશી ખુશી જન્મોત્સની ઉજવણી કરતા હતા.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

 

પાયશ્વિત વ્યક્ત કરતા હતા લંકેશ

અરવિંદ ત્રિવેદી હયાત હોવા દરમિયાન Tv9 સાથે વાતચિતમાં કહેતા કે, તેઓ રામાયણની સિરીયલના શૂટ દરમિયાન રામના સુંદર ગુણો વધુ સારી રીતે શ્રેણીમાં દેખાઈ આવે મારો પ્રયાસ હરપળ કેમેરા સામે રહેતો હતો. જે માટે હું રામના અમાપ સારા પણાંને શ્રેણીમાં દેખાડવા સતત ગાળો આપતો હતો. આ ગાળોથી મારુ મન વ્યથિત રહેતુ હતુ, કે રામ ને મારાથી ગાળો અપાઈ રહી છે, તેમની પર હું ગુસ્સો કરી રહ્યો છુ. આ માટે હું શુટીંગમાં જતા પહેલા રામની તસ્વીર સમક્ષ માફી માંગીને જતો અને આવીને પ્રાયશ્વિત વ્યક્ત કરતો હતો. બસ આ જ કારણ થી મોરારી બાપુની ઉપસ્થિતીમાં ભગવાન રામની મુર્તી ઘરમાં જ સ્થાપના કરી હતી. અને ત્યારથી હું રામની પુજા કરીને કહેલા ખરાબ વેણની માફી માંગવા રુપ પુજા કરુ છું.

જોકે લંકેશ તો આ દુનિયામાં રહ્યા નથી પરંતુ તેઓ એ શરુ કરેલી પરંપરાને તેમના પરિવારે જાળવી રાખી છે. તેમના પરિવારે પિતાની રામ પ્રત્યેની અપાર શ્રદ્ધા અને તેમના પરિવારને ઓળખ અપવનાર રામાયણની યાદોને હંમેશા તાજી રાખવા પ્રયાસ કર્યો છે.

 

આ પણ વાંચો : Sabarkantha, Arvalli: યુદ્ધને લઈ ઘઉંના ઉંચા દામ! હિંમતનગરના બજારમાં 700 રુપિયાથી વધુ ભાવ બોલાયો, ખેડૂતો ખુશ

આ પણ વાંચો : IPL 2022: રવિન્દ્ર જાડેજાની કેપ્ટન તરીકે પસંદગી જ ખોટી! CSK ની કંગાળ હાલકને લઇને રવિ શાસ્ત્રીએ કહ્યુ- મોટી ભૂલની સજા મળી રહી છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

 

 

Published On - 1:31 pm, Sun, 10 April 22

Next Article