રાજ્યમાં આરોગ્ય સેવાને લઈને સરકારની મોટી જાહેરાત, ત્રણ નવી સરકારી મેડિકલ કોલેજની મળી મંજૂરી

|

Feb 19, 2020 | 1:35 PM

રાજ્યમાં આરોગ્ય સેવાને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં ત્રણ નવી સરકારી મેડિકલ કોલેજને સરકારની મંજૂરી મળી ગઈ છે. રાજપીપળા ખાતે 325 કરોડના ખર્ચે મેડિકલ કોલેજ બનાવવામાં આવશે, તો નવસારી અને પોરબંદરમાં આવતા વર્ષે જ મેડિકલ કોલેજ શરૂ કરાય તેવા સરકારના પ્રયત્નો છે. નવસારી અને પોરબંદરમાં પણ 325 કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કાર્ય થશે. […]

રાજ્યમાં આરોગ્ય સેવાને લઈને સરકારની મોટી જાહેરાત, ત્રણ નવી સરકારી મેડિકલ કોલેજની મળી મંજૂરી

Follow us on

રાજ્યમાં આરોગ્ય સેવાને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં ત્રણ નવી સરકારી મેડિકલ કોલેજને સરકારની મંજૂરી મળી ગઈ છે. રાજપીપળા ખાતે 325 કરોડના ખર્ચે મેડિકલ કોલેજ બનાવવામાં આવશે, તો નવસારી અને પોરબંદરમાં આવતા વર્ષે જ મેડિકલ કોલેજ શરૂ કરાય તેવા સરકારના પ્રયત્નો છે. નવસારી અને પોરબંદરમાં પણ 325 કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કાર્ય થશે.

આ પણ વાંચોઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ CM અરવિંદ કેજરીવાલે અમિત શાહ સાથે કરી મુલાકાત

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

આ તમામ મેડિકલ કોલેજના ખર્ચ પૈકી 195 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર આપશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના સહયોગથી મોટા શહેરોની ESIC હોસ્પિટલનો લાભ સામાન્ય નાગરિક પણ મેળવી શકશે. રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી સામાન્ય નાગરિકની દવા સહિતનો ખર્ચે આપશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તો કેબિનેટ બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈને કરેલા આયોજનની સંપૂર્ણ કામગીરીનું રિવ્યુ કરવામાં આવ્યું. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે ટ્રમ્પ અમેરિકાથી સીધા અમદાવાદ આવે તે ગુજરાતનું સૌભાગ્ય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article