નરેશ પટેલને લઇને રાજકીય વાતાવરણ ફરી ગરમ, કોંગ્રેસના 4 ધારાસભ્ય સાથે દિલ્લી પહોંચ્યા

|

May 09, 2022 | 6:45 PM

આમ તો નરેશ પટેલનું રાજકીય ગૌત્ર કોંગ્રેસ છે. અને ભૂતકાળમાં કોંગ્રેસ પ્રત્યે કુણુ વલણ પણ અપનાવી ચૂક્યા છે.

નરેશ પટેલને લઇને રાજકીય વાતાવરણ ફરી ગરમ, કોંગ્રેસના 4 ધારાસભ્ય સાથે દિલ્લી પહોંચ્યા
Naresh Patel (File photo)

Follow us on

નરેશ પટેલને લઇને રાજકીય વાતાવરણ ફરી ગરમ થયું છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો પર પૂર્ણવિરામ મુકાય તેવી સંભાવના છે. નરેશ પટેલ કોંગ્રેસના 4 ધારાસભ્ય સાથે દિલ્લી પહોંચ્યા છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે કોંગ્રેસના ધારાસભ્ય લલીત કરગથરા, લલીત વસોયા, પ્રતાપ દૂધાત અને કિરીટ પટેલ પણ દિલ્હી પહોંચ્યા છે.

મહત્વનું છે કે, ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ બે દિવસ પહેલા પણ દિલ્લીના પ્રવાસે જવાના હતા અને રાજકારણમાં એન્ટ્રીની વાતો વચ્ચે દિલ્લી પ્રવાસ પર સૌની નજર મંડરાયેલી હતી. પરંતુ અચાનક તેમનો કાર્યક્રમ બદલાયો હતો. રાજકારણ સાથે જોડાયેલા સૂત્રો નરેશ પટેલના દિલ્લી પ્રવાસમાં અનેક તર્ક-વિતર્ક જોઈ રહ્યા હતા. એટલું જ નહીં નરેશ પટેલ દિલ્લીમાં કોની-કોની સાથે મુલાકાત કરવાના હતા તે અંગે પણ જુદી જુદી અટકળો ચાલી રહી હતી.

આમ તો નરેશ પટેલનું રાજકીય ગૌત્ર કોંગ્રેસ છે. અને ભૂતકાળમાં કોંગ્રેસ પ્રત્યે કુણુ વલણ પણ અપનાવી ચૂક્યા છે. જોકે લોકમુખે એવી પણ ચર્ચા છે કે વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે નરેશ પટેલ સક્રિય થાય છે. અને ચૂંટણી પછી પાટલે બેસી જાય છે. શું આ વખતે પણ નરેશ પટેલની MO કંકઇ આવી જ છે ? ક્યારેક સમાજના નામે, તો ક્યારેક સર્વેના નામે, નરેશ પટેલ મગનું નામ મરી પાડવાનું ટાળી રહ્યા છે. અને સતત પોતાના નિર્ણયને પાછો ઠેલી રહ્યા છે. પહેલા એપ્રિલના મધ્ય ભાગમાં તો પછી 15 મે સુધીમાં. અને હવે તો નરેશ પટેલે ચાલુ મહિનાના અંતની ડેડલાઇન આપી દીધી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

છેલ્લા 3 મહિનાનો ઘટનાક્રમ સવાલો સર્જનારો છે. અહીં સવાલ એ સર્જાય છે કે, શું નરેશ પટેલ દૂધ અને દહીંમાં પગ રાખવામાં માગે છે ? શું નરેશ પટેલ રાજકીય મહત્વ ઉભુ કરી રહ્યા છે ? નરેશ પટેલને કોણ ‘કનફ્યુઝ’ કરી રહ્યું છે ? શું છે નરેશ પટેલના ‘કનફ્યુઝન’નું કારણ ? કેમ ‘તારીખ પર તારીખ’ આપી રહ્યા છે નરેશ પટેલ ? શું નરેશ પટેલને ખરેખર સમાજ ઇન્કાર કરી રહ્યો છે ? કે પછી કોઇ અદ્રશ્ય શક્તિ નરેશ પટેલના નિર્ણયમાં અવરોધક બની રહી છે ? શું નરેશ પટેલ સત્તાધારી પક્ષ સાથે રહેશે કે વિપક્ષનો સાથ આપશે ? પરંતુ લાગી રહ્યું છે કે પટેલ શાસક કે વિપક્ષનો વિકલ્પ પસંદ કરવામાં મુઝવાઇ રહ્યા છે. કારણ કે સત્તા વિરૂદ્ધ જનારાઓની સ્થિતિથી નરેશ પટેલ વાકેફ છે.

Next Article