DNA એટલે શું ? કેવી રીતે થાય છે DNA ટેસ્ટ ? કેમ વાર લાગે છે ટેસ્ટના રિપોર્ટમાં ? જાણો

|

May 28, 2024 | 1:31 PM

ડીએનએ એટલે કે ડીઓક્સીરીબોન્યુક્લીક એસિડ, એક પરીક્ષણ છે જે આપણા જનીનો અથવા પૂર્વજો વિશે ખૂબ જ સચોટ માહિતી આપે છે. તમને જણાવી દઈએ કે આપણા શરીરમાં લાખો કોષ હોય છે. લાલ રક્ત કોશિકાઓ સિવાય, અન્ય તમામ કોષોમાં આનુવંશિક કોડિંગ હોય છે, જે ડીએનએ છે.

DNA એટલે શું ? કેવી રીતે થાય છે DNA ટેસ્ટ ? કેમ વાર લાગે છે ટેસ્ટના રિપોર્ટમાં ? જાણો
Image Credit source: Social Media

Follow us on

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ પછીના દ્રશ્યોએ લોકોના હૃદયને ભારે આંચકો આપ્યો હતો. સૌથી ગંભીર બાબત એ છે કે આ દુર્ઘટનામાં મૃતદેહો એટલી હદે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે. જેના માટે મૃતકોના ડીએનએ ટેસ્ટ કરાઈ રહ્યા છે. પરિવારજનોને એ પણ ખબર નથી કે તેમના સ્વજનનો મૃતદેહ કયો છે, ક્યાં છે.

25 માર્ચ 2024ના  ગોઝારો દિવસ, રાજકોટવાસીઓ સહીત સમગ્ર ગુજરાતના લોકો ક્યારેય ભૂલી નહી શકે. શાળા કોલેજમાં વેકેશનને ધ્યાને લઈને રાકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લોકોને આકર્ષવા માટે રૂપિયા 99માં ટિકિટ રાખી હતી. સસ્તા દરે ગેમ ઝોનમાં જવા મળતુ હોવાથી ટીઆરપી ગેમ ઝોનમાં ભારે ભીડ હતી. સાંજનો સમય હતો લોકો ગેમ ઝોનમાં વિવિધ ગેમ રમવામાં મશગુલ હતા, ત્યારે અચાનક જ આગ ફાટી નીકળી હતી. જેમાં 28 લોકોના મોત થયા હતા.

કેમ મૃતદેહની ઓળખ માટે DNA કરવા પડ્યા

ગેમ ઝોનમાં લાગેલી આગમાં ભોગ બનેલા કમભાગીને નરી આંખે તો ઓળખી શકાય તેવી સ્થિતિમાં જ નહોતા. લગભગ બળી ગયેલા મૃતદેહ કોનો છે તે નક્કી કરવા માટે તંત્ર પાસે માત્ર એક જ ઉપાય હતો અને તે છે ડીએનએ ટેસ્ટ. ડીએનએ ટેસ્ટ, મૃતકના પરિવારજનોના સેમ્પલ સાથે મૃતદેહના અવશેષમાંથી ડીએનએ મેચ કરવાનું અઘરુ કામ છે. આ પ્રકારનું ચોકસાઈ પૂર્વકનુ કામ કરવામાં સમય લાગતો હોય છે. પરંતુ તંત્ર દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તમામે તમામ મૃતકોના ડીએનએ ટેસ્ટ કરવાનું નક્કી કર્યું અને તે પણ ગણતરીના કલાકોમાં. ત્યારે જાણીએ કે શુ હોય છે ડીએનએ ટેસ્ટ ?

શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો
Kidney Stone : ઘોડો દૂર કરશે તમારા શરીરની પથરી, જાણીને ચોંકી જશો આ ટ્રીક
Dry Coconut benefits : શિયાળામાં સૂકું નાળિયેર ખાવાના ફાયદા, હિમોગ્લોબિન વધશે ફટાફટ
ઘરમાં એક સાથે 2 મની પ્લાન્ટ ઉગાડી શકાય ?
આજનું રાશિફળ તારીખ : 21-11-2024

DNA ટેસ્ટ શું છે ?

ડીએનએ એટલે કે ડીઓક્સીરીબોન્યુક્લીક એસિડ, જે એક વૈજ્ઞાનિક પરીક્ષણ છે. આ પ્રકારના પરીક્ષણ આપણા જનીનો અથવા પૂર્વજો વિશે ખૂબ જ સચોટ માહિતી આપે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આપણા શરીરમાં લાખો કોષ હોય છે. લાલ રક્ત વાહિનીઓ સિવાય, અન્ય તમામ કોષમાં પણ એક આનુવંશિક કોડિંગ હોય છે. આ આનુવંશિક કોડિંગ એ જ ડીએનએ છે. સાદી ભાષામાં કહીએ તો, ડીએનએ સીડીની જેમ એક તરફ વળેલું હોય છે. એવું માનવામાં આવે છે કે જો માનવીના ડીએનએને સીધો કરવામાં આવે તો તે એટલો લાંબો છે કે તે સૂર્ય સુધી પહોંચી શકે છે અને 300 વખત પૃથ્વી પર લપેટી શકાય છે.

DNA પરિવાર સાથે મેળ ખાય છે ?

અત્રે ઉલ્લેખનીય છે કે, બાળક અને તેના માતા-પિતાનો ડીએનએ એક સરખો નથી હોતો. પરંતુ કેટલાક ભાગો સમાન હોઈ શકે છે. દરેક વ્યક્તિનો ડીએનએ અનન્ય હોય છે. પરંતુ આનાથી તમે એ ચોક્કસ જાણી શકો છો કે તમારો સંબંધ એકબીજા સાથે સંબંધિત છે કે નહીં. ડીએનએ ટેસ્ટ નક્કી કરે છે કે બાળક ચોક્કસ પરિવારનું છે કે નહીં. હત્યા કે અકસ્માતના કિસ્સામાં જ્યારે મૃતદેહની ઓળખ મુશ્કેલ બની જાય છે, ત્યારે ડીએનએ ટેસ્ટ દ્વારા તેની ઓળખ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં પિતા કે પરિવારના સભ્યોના ડીએનએ સેમ્પલ લેવાતા હોય છે. અને તેની સાથે મૃતકના સેમ્પલને મેચ કરવામાં આવે છે.

કેમ વાર લાગે છે પરીક્ષણમાં

સામાન્ય રીતે જે કોઈ મૃતદેહનો ડીએનએ ટેસ્ટ કરવાનો હોય તે મૃતદેહમાંથી લોહી લઈને તેમના નજીકના સ્વજનના ડીએનએ સેમ્પલ સાથે ટેસ્ટ કરવામાં આવે છે. પરંતુ રાજકોટની ઘટનાને ધ્યાને લઈએ તો, મૃતકો એટલા બધા દાઝી ગયા છે કે, મૃતદેહમાં ક્યાય કોઈ જગ્યાએ લોહી નથી. એટલું જ નહી કેટલાક મૃતદેહ પર તો સહેજે માંસનો લોચો પણ નથી, આવા સંજોગોમાં હાડકાની અંદર રહેલા કોષ કે જેનુ પરિવારજનના સેમ્પલ સાથે ટેસ્ટ કરી શકાય તેવા લઈને પરીક્ષણ કરવામાં આવે છે. આ બધી જટીલ કાર્યવાહીમાં ઓછામાં ઓછા 36 કલાક જેટલો સમય લાગતો હોય છે.

 

Published On - 1:19 pm, Tue, 28 May 24

Next Article