Rajkot: વિંછીયામાં ઘનશ્યામ રાજપરાની હત્યા મામલે ઉકળતા ચરૂ જેવી સ્થિતિ, ત્રણ દિવસ બાદ પણ પરિવારજનોએ નથી સ્વીકાર્યો મૃતદેહ – Video

|

Jan 01, 2025 | 7:04 PM

વિંછીયાના થોરીયાળી ગામના ઘનશ્યામ રાજપરાની હત્યા બાદ પરિવારજનોએ ત્રણ દિવસથી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. આરોપીઓની ધરપકડની માંગ સાથે વિંછીયામાં ધરણાં અને વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. કલેક્ટર અને પોલીસ અધિકારીઓ પરિવાર સાથે વાતચીત કરી રહ્યા છે. પોલીસે કેટલાક આરોપીઓની ધરપકડ કરી છે પરંતુ હજુ પણ કેટલાક ફરાર છે.

રાજકોટના વિંછીયા તાલુકામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બાદ કેટલાક માથાભારે અસામાજિક તત્વોએ કોળી સમાજના ઘનશ્યામ રાજપરાની હત્યા કરી નાખી હતી. જે બાદ સમગ્ર વિંછીયા પંથકમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. હત્યાના ત્રણ દિવસ બાદ પણ પરિવારે હજુ મૃતદેહ સ્વીકાર્યો નથી અને કલેક્ટર તેમજ પોલીસ સામે ધરણા પર બેઠા છે. સમાજના આગેવાનો અને પરિવારજનોની એક જ માગ છે કે આરોપીઓને તાત્કાલિક પકડી તેમનુ સરઘસ કાઢવામાં આવે. પરિવારજનોનું કહેવુ છે કે જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે.

ઠાકોર કોળી એક્તા મિશનના કન્વીનર રમેશ મેરની એવી પણ ફરિયાદ છે કે હત્યા બાદ કેટલાક કહેવાતા અધિકારીઓએ દબાણ કરી ખોટુ પંચનામુ કર્યુ છે.તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

આ તરફ ત્રણ દિવસ બાદ પણ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો નથી. જસદણ સેવા સદન ખાતે પરિવારજનો ધરણા પર બેઠા છે. કલેક્ટર અને રાજકોટ જિલ્લા પોલીસ વડા પણ જસદણ પહોંચ્યા અને સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં SP, કલેક્ટર, DySP, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, TDO સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. આ તરફ પરિવારજનોનું સ્પષ્ટ કહેવુ છે કે જ્યા સુધી તમામ આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં જ સ્વીકારવામાં આવે. સ્થળ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. આ ઘટનામાં પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે.

Black Pepper Benefits : ઓશિકા નીચે કાળા મરી રાખી સુવાના ચોંકાવનારા ફાયદા જાણો
કરોડપતિ એક્ટ્રેસના પ્રેમમાં પડ્યો ક્રિકેટર શિખર ધવન ? શું છે વાયરલ ફોટોનું સત્ય
ઇકોનોમી ક્લાસમાં કેટલો હોય છે એર હોસ્ટેસનો પગાર ?
અમિતાભ બચ્ચને ફિટ રહેવા માટે વર્ષો પહેલા છોડી દીધી હતી આ 4 વસ્તુઓ
ક્યાં અને કેવા હાલમાં છે 'ડોન'ની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ મોનિકા બેદી, જુઓ તસવીર
Clove Water Benefits : માત્ર 4 લવિંગનું પાણી પીવાથી આ બીમારીઓ થશે છૂમંતર

સમગ્ર ઘટના એવી હતી કે વિંછીયાના થોરીયાળી ગામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિની હત્યા થઇ હતી. 7 શખ્સોએ કુહાડી અને ધોકા વડે હુમલો કર્યો હતો. જેને લઇ રાજકોટ વિંછીયા પોલીસ, LCB અને SOGની ટીમે કાર્યવાહી હાથ ધરી છે. હજી 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. જેમને ઝડપવા કાર્યવાહી તેજ કરાઇ છે.

Input Credit- Rajesh Limbasiya- Jasdan

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article