Magnet Effect Reality: રસી લીધા બાદ સ્ટીલની વસ્તુ ચોંટવા બદલ વિજ્ઞાન જાથાએ કહી આ મહત્વની વાત

|

Jun 15, 2021 | 9:33 PM

Magnet Effect Reality: કોરોનાની રસી લીધા બાદ અમુક લોકોને શરીરે સ્ટીલની ચમચી, સિક્કાઓ જેવી વસ્તુ ચોંટી જવાની વાતો બહાર આવી છે. જેને લઈને દેશભરમાં ભારે કુતૂહલ સર્જાયું હતું.

Rajkot: કોરોનાની રસી લીધા બાદ અમુક લોકોને શરીરે સ્ટીલની ચમચી, સિક્કાઓ જેવી વસ્તુ ચોંટી જવાની વાતો બહાર આવી છે. જેને લઈને દેશભરમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. જોકે જેના શરીરે સ્ટીલની વસ્તુ ચોંટતી હતી તેને બીજી કોઈ આડ અસર જોવા મળતી ન હતી. વિજ્ઞાન જાથા (Vigyan Jatha)ના ચેરમેન જયંત પંડ્યા (Jayant Pandya)એ આ બાબત (Corona Vaccine Magnet Effect)ને લઈને કે મહત્વની વાત કરી છે, જુઓ વિડીયો.

 

જયંત પંડ્યા (Jayant Pandya) જણાવે છે અત્યારે વાતાવરણ ભેજ વાળુ છે. જેને લઈને શરીરમાં થતાં પરસેવાને કારણે આવું બની શકે છે, કોરોનાની રસીમાં તેવું કોઈ તત્વ નથી કે જેથી શરીરમાં ચુંબકીય શક્તિ પેદા થાય. આવી વાતોમાં વિશ્વાસ કરવો મૂર્ખામી ભર્યું છે.

 

શરીરમાં ચિકાસ વધુ હોય તો વસ્તુઓ ચોંટી શકે છે. ચામડીમાં વેક્યૂમ કેવિટી બને છે જેના લીધે થોડી વાર માટે વસ્તુઓ ચોંટી શકે છે. વધુમાં જણાવતા કહે છે કે તૈલી ત્વચા (Oily skin) હોય તો પણ આવી વસ્તુઓ ચોંટી જવાની શક્યતાઓ બની રહે છે.

 

કોરોનાની રસીને અને સ્ટીલની વસ્તુ શરીરને ચોંટવાને કઈ જ લેવા દેવા નથી. કોરોના સામે જંગ જીતવા માટે રસી (Corona Vaccine)એ એક માત્ર હથિયાર છે  માટે કોઈ પણ ખોટા આવા ભ્રમ કે ડર રાખ્યા વગર અચૂક કોરોનાની રસી લેવી જોઈએ.

 

રાજ્યમાં આજે 2,63,630 લોકોનું રસીકરણ થયું

રાજ્યના રસીકરણ અભિયાનમાં આજે 15 જૂનના રોજ 2,63,630 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,08,21,654 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજના દિવસે થયેલા રસીકરણની વિગત જોઈએ તો

1) 1282 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ,
2) 2462 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ,
3) 45 થી વધુ ઉમરના 41,751 લોકોને પ્રથમ ડોઝ,
4) 45 થી વધુ ઉમરના 28,055 લોકોને બીજો ડોઝ,
5) 18-45 વર્ષ સુધીના 1,87,214 લોકોને પ્રથમ ડોઝ,
6) 18-45 વર્ષ સુધીના 2866 લોકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે.

 

આ પણ વાંચો: Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના વળતા પાણી, નવા 352 કેસ, 4 દર્દીઓના મૃત્યુ

Next Video