ખોડલધામના (Khodaldham)ચેરમેન નરેશ પટેલના (Naresh Patel) રાજકીય પ્રવેશને (politics)લઇને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. અલગ અલગ લોકો નરેશ પટેલને લઇને પોતાના મંતવ્યો વ્યક્ત કરી ચૂક્યા છે. ત્યારે ખોડલધામના ટ્રસ્ટી અને નરેશ પટેલના નિકટના સાથી રમેશ ટીલાળાએ મોટું નિવેદન આપ્યું છે.રમેશ ટિલાળાએ કહ્યું છે કે નરેશ પટેલ એક સામાજિક આગેવાન છે.સમાજમાં ખોડલધામ થકી તેઓએ નાનામાં નાના લોકોનું કામ કર્યું છે ત્યારે નરેશ પટેલે રાજકારણમાં ન આવવું જોઇએ અને લોકોની સેવા કરવી જોઇએ.
ખોડલધામ થકી નરેશ પટેલે સેવા કરી રહ્યા છે-ટીલાળા
રમેશ ટીલાળાએ કહ્યું હતું કે નરેશ પટેલે ખોડલધામની સ્થાપના કરી ત્યારથી તેઓ અનેક લોકો માટે આદર્શ બન્યા છે. અને તેઓ ખોડલધામ થકી સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે.ટ્રસ્ટી તરીકે સાથે હોય ત્યારે પણ અને વ્યક્તિગત રીતે પણ નરેશ પટેલે રાજકારણમાં ન આવવું જોઇએ તેવો મત વ્યક્ત કર્યો હતો.
નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ અંગે સર્વેની જોઇ રહ્યા છે રાહ
રાજકારણમાં પ્રવેશ અંગે નરેશ પટેલે કહ્યું હતું કે ખોડલધામની ગામે ગામ સમિતીઓ છે અને આ સમિતીઓ ગામડે ગામડે લોકોના રિવ્યુ લઇ રહ્યા છે.નરેશ પટેલે રાજકારણમાં આવવું જોઇએ અને આવવું જોઇએ તો ક્યાં પક્ષમાં આવવું જોઇએ તે અંગેની માહિતી લેવામાં આવી રહી છે. આ સમિતીનો રિપોર્ટ આવ્યા બાદ નક્કી થશે કે નરેશ પટેલનો રાજકીય પ્રવેશ થાય છે કે કેમ.
દર સોમવારે ટ્રસ્ટીઓ સાથે કરે છે નરેશ પટેલ બેઠક
ખોડલધામના વિકાસ કામોને લઇને સરદાર પટેલ ભવન ખાતે દર સોમવારે બેઠક મળે છે. જેમાં નરેશ પટેલ ખોડલધામના ચાલતા પ્રોજેક્ટો અને ટ્રસ્ટની કામગીરીની સમિક્ષા કરે છે.જો કે રાજકારણમાં પ્રવેશ અંગેની ચર્ચાઓ શરૂ થયા બાદ નરેશ પટેલની તમામ બેઠકો મહત્વની બની રહે છે. અને કોઇને કોઇ રીતે આ બેઠકોમાં રાજકારણની ચર્ચાઓ પણ થઇ રહી છે.
આ પણ વાંચો : અમદાવાદ : રખિયાલમાં વિદ્યાર્થીનું હાર્ટ એટેક આવતા મોત, બોર્ડની પરીક્ષા દરમિયાન આવ્યો એટેક
Published On - 10:48 pm, Mon, 28 March 22