Saurashtra Rain : જામનગરમાં જળબંબાકાર, રાજકોટમાં સાંબેલાધાર, જુનાગઢ, ગોંડલ, અમરેલીમાં ભારે વરસાદ

|

Sep 13, 2021 | 12:22 PM

જામનગર પંથકમાં 10 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હોવાના અહેવાલો છે. અહીં, જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ બેથી સાત ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં કાલાવડમાં આભ ફાટયું હતું.

Saurashtra Rain : જામનગરમાં જળબંબાકાર, રાજકોટમાં સાંબેલાધાર, જુનાગઢ, ગોંડલ, અમરેલીમાં ભારે વરસાદ
Saurashtra Rain: Waterlogging in Jamnagar, Sambeladhar in Rajkot, Junagadh, Gondal, Amreli

Follow us on

જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે. જામનગર પંથકમાં 10 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હોવાના અહેવાલો છે. અહીં, જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ બેથી સાત ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં કાલાવડમાં આભ ફાટયું હતું. કાલાવાડ પંથકમાં 10 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. તો ધ્રોલમાં પણ સાડા છ ઇંચ વરસાદ ખાબક્યો છે. જામનગર શહેરમાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. લાલપુર અને જામજોધપુરમાં 3-3 ઇંચ વરસાદ નોંધાયો છે.

જામનગરનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. જામનગર રણજીતસાગર જવાના રસ્તા પર ઈવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા છે. કોઝવે પર 4 ફુટથી વધુ પાણીનું વહેણ વહી રહ્યું છે. જેથી વાહનવ્યવહારને અસર પહોંચી છે.

રાજકોટ જિલ્લામાં પણ મુશળધાર વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લાના ગોંડલનો વેરી ડેમ ઓવરફ્લો થયો છે. વેરી ડેમ 9 ઈંચથી વધારે વરસાદને કારણે ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફલો થતા ગોંડલ, કંટોલીયા અને વોરા કોટડા ગામો એલર્ટ કરાયા છે. હાલમાં જળાશયની ભરપૂર સપાટી 142.02 મીટર છે. વેરી ડેમમાં 2093 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તો રાજકોટના ગોંડલમાં ભારે વરસાદને કારણે અંડરબ્રિજ ડૂબ્યા છે. 24 કલાકમાં 5 ઈંચ વરસાદથી વધારે વરસાદ નોંધતા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. જેથી ગોંડલ શહેરના ઉમવાળા બ્રિજ, આશાપુરા બ્રિજ, લાલપુલ વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાયા છે.

રાજકોટના ઉપલેટા તાલુકાના ગઢડા ગામનો કોઝ-વે પાણીમાં ગરકાવ થયો છે.ભારે વરસાદને કારણે ગઢડાની મોજ નદીમાં પૂરની સ્થિતિ સર્જાતાં પાણી ફરી વળ્યાં હતા. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં 3.5 થી 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક મેઘમહેર થઇ છે. જેમાં લોધિકામાં 5.5 ઈંચ, ગોંડલમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે.રાજકોટ શહેરમાં સરેરાશ 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જેથી શહેરભરમાં જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે. તો જિલ્લાના ઉપલેટા, કોટડા સાંગાણી, જેતપુર, પડધરીમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે.

રાજકોટના લોધિકાના નગરપીપળીયા ગામનો ખોડિયાર ડેમ ઓવરફલો થયો છે. ભારે વરસાદને કારણે નગરપીપળીયાની નદીઓ બે કાંઠે વહી રહી છે.

જૂનાગઢમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરના મધ્યમાં આવેલું નરસિંહ મહેતા સરોવર છલકાયું છે. ગઈકાલે રાતથી જ ગિરનાર અને દાતારના પર્વતો પર વરસી રહેલા વરસાદનું પાણી નરસિંહ મહેતા સરોવરમાં જમા થતાં સરોવર ઓવરફ્લો થયું છે. સરોવર સંપૂર્ણ ભરાઈ જતાં આસપાસના અનેક વિસ્તારોમાં લોકોને પાણીની સમસ્યા દૂર થઈ જશે.

જૂનાગઢ શહેરમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેથી શહેરના જોશીપરા ગરનાળામાં પાણી ભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જોશીપરાના લોકોને ગરનાળામાંથી અવરજવર બંધ થતાં હાલાકી પડી રહી છે.

અમરેલીના વડિયામાં ધોધમાર વરસાદથી સુરવો ડેમની સપાટી વધી છે. રાત્રે 3 ઈંચ વરસાદ વરસતાં ડેમમાં 3 ફૂટ નવા નીરની આવક થઇ છે. જેમાં દેવળકી, તોરી, અરજણ સુખ, ખીજડીયા, ઢુંઢીયા, પીપરીયામાં વરસાદ નોંધાયો છે.

Next Article