કથાકાર મોરિરાબાપુની રાજકોટમાં માનસ સદ્દભાવના કથા ચાલી રહી છે. મોરારી બાપુ સાત દિવસ રાજકોટના મહેમાન છે ત્યારે આજે તેઓ રાજકોટની મધ્યસ્થ જેલ પહોંચ્યા હતા. મોરારીબાપુએ કેદીઓને સંબોધન કર્યું હતું અને કર્મનો સિદ્ધાંત સમજાવ્યો હતો. ઋણાના બંધનમાં સૌ કોઇ બંધાયેલું છે અને દરેક વ્યક્તિએ પ્રાશ્ચાતાપની ડુબકી લગાવીને નવેસરથી નવજીવન શરૂ કરવાની પ્રાર્થના કરી હતી. દરમિયાન મોરારી બાપુએ જેલના કેદીઓ માટે બનાવેલ ભોજનની ભિક્ષા સ્વિકારી હતી.
મોરારી બાપુએ કેદીઓને સંબોધન કરતા કહ્યું હતું કે મારી સંવેદના તમારી સાથે છે આજે તમારા માટે જે ભોજન તૈયાર કર્યું છે તેની હું બાવે ભિક્ષા ગ્રહણ કરીશ. મોરારી બાપુની વિનંતીથી જેલ પ્રશાસન દ્રારા તૈયારી શરૂ કરી હતી જો કે મોરિરી બાપુએ આગ્રહ કર્યો હતો કે જે ભોજન કેદીઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે તે જ ભોજન તેના પાત્રમાં આપવા કહ્યું હતું જેથી જેલ કેદીઓ માટે ભોજન તૈયાર કરતા મહારાજ અને એક મહિલા કેદીએ મોરારીબાપુને તેના પાત્રમાં ભોજન રૂપી ભિક્ષા આપી હતી.મોરારી બાપુએ કહ્યું હતું કે આજે હું તમારે ત્યાંથી ભિક્ષા લઇ જાવ છું હવે તમે અહીંથી સજા પુરી કરીને તલગાજડા મારા ઘરે ભિક્ષા લેવા આવજો કહીને મીઠો આવકાર આપ્યો હતો.
કથાકાર મોરારી બાપુએ આજે જેલ સાથેના પોતાના જૂના સંસ્મરણો વાગોળ્યા હતા. મોરારી બાપુએ કહ્યું હતું કે ભાવનગર કથા દરમિયાન હું સાત દિવસ જેલમાં રોકાયો હતો. ભાવનગર કથા હતી ત્યારે મેં રાજ્ય સરકાર પાસે જેલમાં રહેવાની પરવાનગી માંગી હતી અને સરકારે મને પરવાનગી આપી હતી જેના કારણે ભાવનગરની જેલમાં હું રહ્યો હતો. કથાના નિયત સમયે જેલમાંથી હું બહાર જતો હતો અને કથા પુરી થયા બાદ હું જેલમાં આવી જતો હતો. એક સાધુ તરીકે કેદીઓ પ્રત્યે મારી સંવેદના હોવા જોઇએ અને એટલા માટે જ હું જેલમાં રહ્યો હતો.
મોરારી બાપુએ જેલમાં બંધ કેદીઓને કહ્યું હતું કે આપણે જે પરિસ્થિતિ કે જે સંજોગને કારણે જેલમાં આવ્યા હોઇએ પરંતુ આપણે તે સમય ઋણાના બંધનને ધ્યાનમાં રાખીને પસાર કરવો જોઇએ જો કેટલાક નિયમોને પાળીને જો જેલ પસાર કરવામાં આવે તો જીવન ધન્ય થઇ જાય. સાથે સાથે મોરારી બાપુએ જેલ તંત્રને પણ કેદીઓને રામ કથા સંભળાવવા અપીલ કરી હતી. મોરારી બાપુએ કહ્યું હતું કે હું જેલ તંત્રને વિનંતી કરૂ છું કે દિવસમાં એકવાર રામ કથાનો એકાદ પાઠ સંભળાવવામાં આવે જેનાથી કેદીઓના જીવનમાં પરિવર્તન આવશે.
Published On - 9:24 pm, Mon, 25 November 24